સિઉલઃ દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ યુન સુક યોલે મંગળવારે દેશમાં આપાતકાલીન માર્શલ લો લાગુ કરવાની ઘોષણા કરી. જેમાં તેમણે દેશવિરોધી અને ઉત્તર કોરિયા સમર્થક તાકતોને નષ્ટ કરવાનો વાયદો કર્યો છે. આ ઘોષણા બાદ સિઉલમાં સંસદની બહાર ભારે હંગામો થયો. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જો કે પોલીસ દ્વારા તેમને રોકી લેવાયા હતા.માર્શલ લો લાગુ થતાં દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટીના નેતા પોતાના સભ્યો સાથે સંસદમાં એકત્ર થઈ માર્શલ લોનો વિરોધ કરવા અપીલ કરી. દક્ષિણ કોરિયન સેનાએ કહ્યું કે, એવી રાજનીતિક સભાઓ અને સંસદને સસ્પેન્ડ કરી દેવાશે.

