વિશાખાપટ્ટનમથી સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ બેલિસ્ટિક મિસાઇલોથી સજ્જ સબમરિન ‘અરિઘાત’ને નેવીમાં સામેલ કરાવી.
• મંકીપોક્સથી કુલ 629 મોતઃ મંકીપોક્સ વાઇરસના પાકિસ્તાનમાં પણ કેસ નોંધાયા છે. કોંગોમાં મંકીપોક્સથી 629 લોકોનાં મોત થયાં, ત્યારે યુનિસેફે તેની વેક્સિન માટે ટેન્ડર બહાર પાડ્યાં છે.
• પાક. સેનાએ આતંકીઓને રૂ. 10 કરોડ ચૂકવ્યાઃ ટીટીપી આતંકીઓએ પખ્તુનખ્વાં પ્રાંતમાં સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને તેના બે ભાઈનું અરહરણ કરી લીધું હતું. જેના બદલામાં સેનાએ આતંકીઓને 10 કરોડ ખંડણી આપી.
• હૂથી બળવાખોરોએ ઓઇલ ભરેલું જહાજ ઉડાવ્યુંઃ રાતા સમુદ્રમાં 10 લાખ બેરલ ઓઇલ લઈને ગ્રીક ધ્વજ સાથે પસાર થઈ રહેલા જહાજને હૂથી બળવાખોરોએ ઉડાવી દીધું હતું.
• યુદ્ધને અટકાવવા ઝેલેન્સ્કીનો ભારતમાં બેઠકનો પ્રસ્તાવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથેના યુદ્ધને અટકાવવા ભારતમાં શિખર બેઠકના આયોજનનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.
• યુએસના એનએસએની જિનપિંગ સાથે મુલાકાતઃ અમેરિકાના સુરક્ષા સલાહકાર જેક સુલિવન ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે સંબંધો સુધારવા સહિત ઘણી બાબતો પર ચર્ચા થઈ હતી. આ મુલાકાતથી અનેક અટકળો સર્જાઈ છે.

