લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા શુક્રવાર 1 માર્ચ 2024ના દિવસે ધામેચા લોહાણા સેન્ટર ખાતે વિશેષ નેટવર્કિંગ ઈવેન્ટ ‘લિન્ક ફોર બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કાર્ટર બોન્ડ સોલિસીટર્સના મેનેજિંગ પાર્ટનર રીના પોપટ કેન્દ્રસ્થાને હતાં જેમણે સફળ લો પ્રેક્ટિસ સ્થાપવાની નોંધપાત્ર યાત્રા વિશે જણાવ્યું હતું. પડકારોનો સામનો કરવામાં ધીરજ અને મક્કમતાની શક્તિના પુરાવારૂપ તેમની કહાણીએ ઉપસ્થિત લોકોમાં દિલોમાં ઊંડે સુધી સ્પર્શી ગઈ હતી.
આ ઈવેન્ટમાં વિશિષ્ટ વક્તાઓની પેનલે પોતાની અનોખી સમજશક્તિ અને અનુભવોમાં ઉપસ્થિત લોકોને સહભાગી બનાવ્યા હતા. રીના રેન્જર OBEએ પેનલ ચર્ચાનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. ઓલસોપ્સના પાર્ટનર જ્યોર્જ વોકરે પ્રોપર્ટી માર્કેટ અને તેના વર્તમાન પ્રવાહો વિશે પ્રવચનમાં ઈન્ડસ્ટ્રીને ઘડી, વિકસાવી રહેલી ઘટનાઓ તેમજ ચાવીરૂપ પ્રવાહો પર પ્રકાશ ફેંકી ઓડિયન્સનું દિલ જીતી લીધું હતું.
એન્ટ્રેપ્રીન્યોર અને ટીવી નિષ્ણાત રાજ સોમૈયાએ બિઝનેસ લાઈફમાં ચડાવઉતારની તેમના પરિવારની યાત્રા વિશે જણાવી તેમના દઢ નિર્ધારના વર્ણન સાથે લંડન, પેરિસ, અને દુબઈમાં ઓફિસીસ સાથે જોરદાર સફળતાની કહાણી ઓડિયન્સ સમક્ષ રજૂ કરી હતી. કુખ્યાત ‘ઓહ નો મોમેન્ટ’ સહિત તેમના રમૂજી કિસ્સાઓએ વિપત્તિઓ પર કાબુ મેળવવા અને તક ઝડપી લેવા માટે અમૂલ્ય પાઠ ભણાવ્યા હતા. સિનર્જી બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર તેમજ શિપ્લે પ્રાઈવેટ બેન્ક અને કાઉટ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પીઢ અનુભવી રવિ સિદ્ધુએ ફાઈનાન્સિયલ લેન્ડસ્કેપ વિશે મૂલ્યવાન સમજ આપવા ઉપરાંત, બેન્કિંગ સેક્ટરમાં તેમના વર્ષોના અનુભવો થકી દૃષ્ટિકોણ પૂરા પાડ્યા હતા.
રીના પોપટે આ પેનલચર્ચામાં પોતાના અનુભવ અને ડહાપણના રંગ ઉમેર્યાં હતાં તેમજ તેમની ઉદ્યોગસાહિકતાના ઉત્સાહ અને કાનૂની કૌશલ્ય થકી સંવાદને સમૃદ્ધ બનાવ્યો હતો.
LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘LCNLએક્ઝિક્યુટિવ કમિટીના પ્રયાસો અને ધ લિન્ક સબ કમિટીના અથાક પ્રયાસો વિના આ ઈવેન્ટ શક્ય બન્યો ન હોત. તેમના સમર્પણ અને સખત મહેનતે આ સાંજની સફળતા નિશ્ચિત બનાવી છે. સંજય રુઘાણી (કન્વીનર અને સાંજના કોમ્પિઅર), જીત રુઘાણી (જોઈન્ટ કન્વીનર), અમિત ચંદારાણા, અમિત કારીઆ, દીલિપભાઈ માણેક, તુલસી તન્ના, શિવાંગી કારીઆ અને વિનોદ ઠકરાર સહિતના વ્યક્તિઓનું યોગદાન અભૂતપૂર્વ છે. એસોસિયેટ પાર્ટનર્સમાં કાર્ટર બોન્ડ સોલિસીટર્સ, પાર્ટનર્સમાં બ્લુ આલ્પાઈન પ્રોપર્ટી એજન્ટ્સ, ફોરમ ઈન્સ્યોરન્સ, KLSA-PKF ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા KSEYE સ્પેશિયાલિસ્ટ પ્રોપર્ટી ફાઈનાન્સનો સમાવેશ થયો હતો.
ઈવેન્ટનું સંચાલન કરતા સંજય રુઘાણીએ જણાવ્યું હતું કે, ‘ બિઝનેસ લેન્ડસ્કેપ બદલાઈ રહેલ છે ત્યારે LCNLલિન્ક ફોર બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ માત્ર એઅક મેળાવડો નથી પરંતુ, ધીરજ, ઈનોવેશન અને શ્રેષ્ઠતાની અથાક તલાશની ઉજવણી છે.’
(તસવીર સૌજન્યઃ રાજ ડી બકરાણિયા)
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન અને યંગ લોહાણા સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ઈવેન્ટ
‘વિમેન કેન ડુ એનિથીંગ’નું આયોજન
લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS) આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા 17 માર્ચ 2024 રવિવારની સવારે 11.00થી બપોરના 2.00 વાગ્યા સુધી સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે પ્રણેતારૂપ ઈવેન્ટ ‘વિમેન કેન ડુ એનિથીંગ’નું આયોજન કરી રહેલ છે. દરેક માટે પ્રવેશ નિઃશુલ્ક છે.
LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મહિલાઓનાં સશક્તિકરણ પરની ચર્ચા અને સમાન વિચારો ધરાવતી વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવાની આ અનોખી તક બની રહેશે. ચર્ચાનો વિષય ‘ઈન્ક્લુઝન’ છે. આ નિઃશુલ્ક ઈવેન્ટ તમામ કોમ્યુનિટીઓ અને જાતિઓ માટે ખુલ્લો છે જેમાં હાજરી આપવી જ જોઈએ.
આ કાર્યક્રમમાં વિમેન હેલ્થ કોચ સુજાતા દીન, ઈંગ્લિશ ફૂટબોલ લીગ ટ્રસ્ટ સહિત અનેક બોર્ડ્સમાં નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉમા ક્રેસવેલ (ઠકરાર), વિમેન એમ્પાવરમેન્ટના સહસ્થાપક અને Cfindiaના કો-ચેર રીના રેન્જર તેમજ ટ્રાન્સફોર્મેશનલ માઈન્ડસેટ એન્ડ એનર્જી એક્સપર્ટ જય રુઘાણી વક્તવ્ય આપશે. ઉપસ્થિત રહેવા ઈચ્છુકો માટે રજિસ્ટ્રેશન લિન્ક https://lcnl.org/iwd/ છે.

