તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં એન્ટિ ટેન્ક મિસાઇલના હુમલાથી એક ભારતીયનું મોત નીપજ્યું છે. મૂળ કેરલનો રહેવાસી પૈટ નિબિન મેક્સવેલ 2 મહિના પહેલાં ઇઝરાયલ આવ્યો હતો, દરમિયાન સોમવારે ઉત્તરી ઇઝરાયલના એક ખેતરમાં મજૂરી કામ કરતાં તેના પર મિસાઇલ પડી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. મેક્સવેલ સિવાય અન્ય 2 ભારતીય શ્રમિકો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
મિસાઇલ હુમલામાં મૃત્યુ પામેલા મેક્સવેલના પરિવારમાં તેની ગર્ભવતી પત્ની અને 5 વર્ષની દીકરી છે, જ્યારે અન્ય બે ઘાયલ ભારતીયોની ઓળખ બુશ જોસેફ જ્યોર્જ અને વોલ મેલ્વિન તરીકે થઈ છે.

