મોસ્કોઃ રશિયાના પ્રમુખ પુતિને રવિવારે ભારત અને રશિયાના સંબંધોને ખાસ કરીને વિશેષાધિકારની વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, બંને દેશો તમામ પ્રોડક્ટિવ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારે મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં રચનાત્મક વાતચીત સાથે સહયોગ સાધી આગળ વધશે. ભારતના 76મા પ્રજાસત્તાક દિવસે પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ મોદીને અભિનંદન પાઠવતાં કહ્યું કે, અમારી મૈત્રી લોકોના મૌલિક હિતોની જાળવણી કરે છે.

