રોમઃ પોપ ફ્રાન્સિસની સ્થિતિ શનિવારે ગંભીર થઈ ગઈ હતી. લાંબા સમયથી તેઓ શ્વાસ સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. વેટિકને એક નિવેદનમાં જણાવ્યું છે કે ફ્રાન્સિસ ફેફસાના સંક્રમણને કારણે એક સપ્તાહથી હોસ્પિટલમાં છે. તપાસમાં જાણકારી મળી છે કે તેઓ એનીમિયાની સ્થિતિ ધરાવે છે. પોપ ફ્રાન્સિસ (88)બ્રોન્કાઈટીસની સમસ્યા પછી 14 ફેબ્રુઆરીથી રોમની જેમેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબીબોએ મંગળવારે તેમના બંને ફેફસાંમાં નિમોનિયા હોવાનું નિદાન કર્યું હતું. તેમની શ્વાસ નળીમાં પોલીમાઈક્રોબિયલ સંક્રમણ હોવાનું પણ ધ્યાને આવ્યું છે. તબીબોએ કહ્યું કે ફ્રાન્સિસી સ્થિતિ ખૂબ ખરાબ છે અને ખતરાથી બહાર નથી.