ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી રોપવે બનાવાઈ રહ્યો છે. આ રોપ-વેનો ખર્ચ આશરે રૂ. 4,081 કરોડ થશે અને તે દરિયાની સપાટીથી 12,000 ફૂટ ઉપર બનાવાશે, જે પર્યાવરણીય પડકારોનો સામનો કરશે.
• બ્રાઝિલ ભારતની આકાશ મિસાઇલો ખરીદશેઃ ઓપરેશન સિંદૂર બાદ ઘણા દેશોએ આકાશ મિસાઇલ ખરીદવામાં રુચિ દાખવી છે. આ દેશોમાં ભારતના બ્રિક્સના સાથી બ્રાઝિલનું નામ પણ ઉમેરાયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત જલદી બ્રાઝિલને આકાશ મિસાઇલો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
• પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતે સરહદ પર ઓપરેશન ત્રિશૂળ હાથ ધર્યું છે. આ ઓપરેશન ત્રિશૂળ ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે 10 નવેમ્બર સુધી ચાલશે.
• ચીન ભારતીય દૂતાવાસમાં ટાગોરની મૂર્તિનું અનાવરણઃ બેઇજિંગના ભારતીય દૂતાવાસમાં ચીનના શિલ્પકાર યુઆન શિકુન દ્વારા બનાવાયેલી નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ અનાવરણ કાર્યક્રમમાં ભારતીય દાર્શનિક પરંપરાઓના સંગમ પર પરિસંવાદ થયો હતો.
• પેરિસ મ્યૂઝિયમથી ચોરીના કેસમાં 2 આરોપી ધરપકડઃ ગત રવિવારે પેરિસના લૂવ્ર મ્યૂઝિયમથી આશરે રૂ. 880 કરોડના દાગીનાની ચોરી અંગે બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરી માત્ર 7 મિનિટમાં થઈ હતી. એક શંકાસ્પદ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી ઝડપાયો હતો.
• ભારત-આસિયાન સંસ્કૃતિના પણ ભાગીદારઃ પીએમ મોદીએ રવિવારે 47મી આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. તેમણે ભારત અને આસિયાન દેશોને ફક્ત વેપાર નહીં પણ સંસ્કૃતિના ભાગીદાર ગણાવ્યા હતા. આસિયાન દેશોને ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો મુખ્ય આધાર સ્તંભ ગણાવ્યા હતા.

