અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટા ડ્રગ્સ કેસમાં કસ્ટમ વિભાગની ટીમને સફળતા મળી છે. વિદેશથી આવી રહેલી એક ભારતીય મહિલાની ટ્રોલી બેગમાંથી આશરે રૂ. 19.72 કરોડ કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. મહિલા મુસાફર બેંગકોકથી વિયેતનામ થઈ અમદાવાદ આવી હતી. બેગેજ સ્કેનિંગ દરમિયાન એક બેગ શંકાસ્પદ લાગતાં અધિકારીઓએ વિશેષ તપાસ માટે અલગ કરી હતી. તપાસ દરમિયાન બેગમાં છુપાવેલા 18 એરટાઇટ પેકેટ મળ્યાં હતા. આ પેકેટ્સમાં લીલોટી પ્રકારનું પદાર્થ હતું. જેને તરત જ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું. કુલ 19.728 કિલોગ્રામ વજનના ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 19.72 કરોડ આંકવામાં આવી છે.