તુવેર ટોઠાં

રસથાળ

Friday 10th January 2025 05:19 EST
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સૂકી તુવેર - 1 કપ • ખાવાનો સોડા - ચપટી • મીઠું - સ્વાદ મુજબ • હિંગ - પા ચમચી • લસણનો ગાંઠિયો - 1 • સમારેલું લીલું લસણ - 1 ચમચી
• આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી • સમારેલી લીલી ડુંગળી - 1 કપ • સમારેલી સૂકી ડુંગળી - 1 નંગ • સમારેલું લીલું લસણ - 2 ચમચી • ટામેટાં પ્યુરી - 1 કપ • તેલ - 4 ચમચી • જીરું - 1 ચમચી • હળદર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ધાણાજીરું - 3 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • બટર - 1 ચમચી • સમારેલી કોથમીર - અડધો કપ
રીત: તુવેરને સારી રીતે ધોઈ આખી રાત પલાળો. સવારે કુકરમાં ખાવાનો સોડા અને થોડું મીઠું ઉમેરી બાફી લો. કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, આદું-મરચાં પેસ્ટ અને સમારેલું લીલું લસણ સાંતળો. લસણનો રંગ બદલાય એટલે ડુંગળી ઉમેરીને સાંતળવી. હવે તેમાં લસણનો ગાંઠિયો આખો ઉમેરી દો. ટામેટાંની પ્યુરી રેડી દરેક સૂકા મસાલા મિક્સ કરી લો. તેલ છૂટવા આવે એટલે બાફેલી તુવેર અને જરૂર મુજબ પાણી રેડો. દસ મિનિટ ઉકળવા દો. સમારેલી કોથમીર, લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી ગેસ બંધ કરી દો. બાજરીના રોટલા કે બ્રેડ સાથે તુવેર ટોઠા સર્વ કરો.


comments powered by Disqus