આલિયા ભટ્ટે નવા વર્ષની શરૂઆત થાઈલેન્ડ વેકેશન સાથે કરી છે, જ્યાંથી તેની તસવીરો સતત સામે આવી રહી છે. તાજેતરમાં એક્ટ્રેસે તેના વેકેશનની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં રણબીર કપૂરે પુત્રી રાહાને ખોળામાં બેસાડી છે અને આલિયા તેની બાજુમાં બેઠી છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશન અને નવા વર્ષની સેલિબ્રેશનની તસવીરો શેર કરી અને લખ્યું ‘2025 - જ્યાં પ્રેમની જીત અને બાકીનું બધું પાછળ રહી જાય છે. નવા વર્ષની શુભકામનાઓ.’ શેર કરેલી તસવીરમાં રણબીર આલિયાને કિસ કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે રાહા તેના ખોળામાં બેઠી છે અને કેમેરા તરફ જોઈ રહી છે. બીજી તસવીરમાં આલિયા ભટ્ટ પુત્રી રાહા સાથે સનસેટની મજા માણી રહી છે. એક તસવીરમાં રણબીર, આલિયા અને રાહા સાથે પોઝ આપતા જોવા મળે છે. એક ફોટોમાં આલિયા ભટ્ટ બહેન શાહીન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. શેર કરેલી તસવીરોમાં આલિયાની સાથે તેનો મિત્ર અને નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળી રહ્યો છે. આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ પણ થાઈલેન્ડ વેકેશનનો ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર યોટમાં સાથે જોવા મળી રહ્યું છે. સાથે તેણે લખ્યું છે કે, સાથે ગાળેલા સમયની યાદો જીવનભર રહેશે.

