નવી દિલ્હીઃ શ્રીલંકાને લલચાવવામાં ચીન કોઈ કસર નથી છોડી રહ્યું. માનવીય સહાયના બહાને ચીને શ્રીલંકામાં સૌથી મોટી ચાલ શાળાનાં બાળકોને મદદના નામે ચલાવી છે. આ વર્ષે શ્રીલંકાની સરકારી શાળાનાં તમામ 46 લાખ બાળકોને યુનિફોર્મ આપ્યા છે. જ્યારે 2023 અને 2024માં ચીને અનુક્રમે 32 અને 37 લાખ બાળકોને સ્કૂલ ડ્રેસ સપ્લાય કર્યા હતા. આ સાથે પૂર્વીય શ્રીલંકામાં પૂરગ્રસ્ત લગભગ 50 હજાર પીડિતોને મફતમાં રાશન પણ ચીન તરફ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચીન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ લગાવાયા ગયા વર્ષે નવેમ્બરના અંતમાં આવેલા પૂરને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ચીન દ્વારા હજુ પણ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ફ્રી રાશનની સાથે ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે.

