મુઝફ્ફરાબાદઃ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP) નાં નેતા જામિલ મકસૂદે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા UKPNP નાં વિદેશી બાબતોનાં અધ્યક્ષે કહ્યું કે પાકિસ્તાન ડૂબતું જહાજ છે અમારે તેની સાથે રહેવું નથી. પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK)ના લોકો હવે જમ્મુ-કારમીરમાં ભળવા માગે છે તેઓ ડૂબતા જહાજ પર સવારી કરવા માગતા નથી. મકસૂદે આક્ષેપ કર્યો કે પીઓકેમાં પાક. દ્વારા ચાલી રહેલા ભ્રષ્ટાચાર લોકોને મૂળભૂત સેવાઓથી વંચિત કરવામાં આવ્યા છે જેને કારણે લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. PoJK માં હિંસક પ્રદર્શનોનું આ જ મુખ્ય કારણ છે. તેમણે 60 UNIIRC દરમિયાન કહ્યું, બંધારણીય બંધનોએ સ્થાનિક લોકોને ભડકાવ્યા છે. POJKમાં નકલી ખાદ્યપદાર્થો વેચાઈ રહ્યા છે અને પાક.માં બનેલી ચીજોનું તે મોટું બજાર છે. લોકો આરોગ્ય, શિક્ષણ, વિકાસ અને રોજગારથી વંચિત છે.
પાક.માં માનવ અધિકારનો ભંગ
પાકિસ્તાન દ્વારા પીઓકેના લોકો પર અત્યાચાર ગુજારાઈ રહ્યો છે. લોકોને ભ્રષ્ટ અને ખરાબ શાસન સામે રોષ છે. મૂળભૂત સુવિધાઓ મળતી નથી. મોબાઈલ અને ઈન્ટરનેટ બંધ કરી દેવાયા છે. પાક. એક બેરહમ દેશ છે. જે પોતાના લોકો સામે જ બળપ્રયોગ કરે છે. પાક. દ્વારા બલુચિસ્તાન, સિંધ અને અન્ય વિસ્તારના લોકોને માનવ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.

