પેરિસઃ ફ્રાન્સમાં બજેટમાં કાપ અને સામાજિક યોજનાઓ રદ કરવાના વિરોધમાં ચાલતા સરકાર વિરોધી દેખાવો હજુ પણ અટક્યા નથી. સરકારની આર્થિક કટોકટી અને આકરી નીતિઓના વિરોધમાં ગુરુવારે 200થી વધુ શહેરોમાં લાખો લોકો દેખાવોમાં જોડાયા હતા. ટ્રેડ યુનિયનોએ હડતાળની જાહેરાત કરતાં યુવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, નિવૃત્ત લોકો અને નાગરિકો રસ્તા પર ઉતર્યા હતા. દેખાવોના કારણે એફિલ ટાવર પર પણ તાળું મારવું પડ્યું હતું અને ફ્રાન્સમાં 'શટડાઉન' જેવી સ્થિતિ સર્જાઈ હતી.

