ટોકિયોઃ જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ શનિવારે તેના નવા નેતા તરીકે પૂર્વ આર્થિક સુરક્ષામંત્રી સાને તાકાઈચીને ચૂંટી કાઢ્યાં છે. તેમણે પાર્ટીનાં આંતરિક મતદાનમાં કૃષિમંત્રી કોઈજુમીને પરાજિત કર્યા હતા. આથી સાને તાકાઈચી સૌથી પહેલાં મહિલા વડાંપ્રધાન બની રહેશે. તેઓ બ્રિટનના પૂર્વ પીએમ માર્ગારેટ થેચરને પોતાની પ્રેરણા માને છે. મતદાનમાં એલડીપી કોમેઈનો ગઠબંધનને લીધે તેમની નિયુક્તિ નિશ્ચિત મનાય છે.

