કોલીન્ડલમાં આવેલ જૈન નેટવર્કના હોલમાં સામાજિક કાર્યકર અને ધર્માનુરાગી જયશ્રીબહેન દોશીની ૭૭મી બર્થડે નિમિત્તે સુંદર ભક્તિ સંગીતનો કાર્યક્રમ રવિવાર તા. ૬ જુલાઇના રોજ સ્નેહીજનો અને નિકટજનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેન્ટરમાં એમણે સાદર કરેલ સેવાઓની કદરરૂપે અને જન્મદિનની વધાઇ આપવા નેટવર્કના ડો.અજયભાઇ શાહ, વિજયભાઇ શેઠ, પારસ મહેશ્વરી, શશીભાઇ શાહ વગેરેએ શાલ ઓઢાડી હતી. કેક કટીંગ સેરીમની બાદ ભક્તિરંગની જમાવટ સંગીતકાર કિશનભાઇએ કરી હતી. જયશ્રીબહેનના મતે ભક્તિ પહેલા, જન્મદિન તો એક બહાનું છે! આપણે કેટલું જીવવાના છે એની ખબર નથી પરંતુ ઉજવણીનો અવસર ચૂકવો નહિ અને ભક્તિને કેન્દ્રમાં રાખવી. ઉપસ્થિત સૌએ એમને દીર્ઘાયુ, તંદુરસ્તીભર્યું જીવન અને સમાજની સેવા કરતા રહો એવી શુભકામના પાઠવી. ‘ગુજરાત સમાચાર’ પરિવાર પણ જયશ્રીબહેનને શુભેચ્છા પાઠવે છે. કાર્યક્રમ બાદ અલ્પાહાર લઇ સૌ વિદાય થયા.