લંડનના જાણીતા સખાવતી અને બિઝનેસમેન, હવે દુબઇ નિવાસી શ્રી યોગેશ મહેતા અને શ્રીમતી રીટાબહેનના સુપુત્ર રિષિની રીંગ સેરીમની દિલ્હી નિવાસી બીઝનેસમેન શ્રી મનોજ અને શ્રીમતી અલકા અરોરાની સપુત્રી દિવ્યા સાથે ૨૦ જુન’૨૫ના રોજ શાનદાર રીતે ઉજવાયા બાદ ૨૧ જુનનના રોજ સુગંધ ફાર્મ ખાતે લગ્નગ્રંથીથી જોડાયાં છે. “નવ દંપતિનું જીવન પ્રેમ અને ખુશીથી ભરપુર રહે એવી શુભકામના ગુજરાત સમાચાર’’ અને ‘એશિયન વોઇસ’ પરિવાર પાઠવે છે.