મારા દિવંગત પિતા લેફ્ટનન્ટ જનરલ એફ. એન. બિલિમોરિયા તેમની કારકિર્દી દરમિયાન દર બે કે ત્રણ વર્ષે નવું પોસ્ટિંગ મેળવતા તેવા લશ્કરી પરિવારમાં મારો ઉછેર હૈદરાબાદમાં થયો હતો. હું અલગ અલગ સાત સ્કૂલ્સમાં અભ્યા સ કરવા ગયો હતો અને આખરે દક્ષિણ ભારતના નિલગીરી હિલ્સમાં ઉટીમાં બોર્ડિંગ સ્કૂલમાં પહોંચ્યો હતો. હું 14 વર્ષની વયથી મારા માતાપિતા થી દૂર જ રહ્યો હતો શાળા અને યુનિવર્સિટીની રજાઓમાં જ તેમને મળવા જતો અને પાછળથી 19 વર્ષની વયે હું ઈંગ્લેન્ડ ભણવા આવ્યો ત્યારે ગમે તે થાય, દર વર્ષે તેમને મળવા ભારતનો પ્રવાસ ખેડતો. હું મારા માતાપિતા અને નાના ભાઈ નાદિર તેમજ સિકંદરાબાદ અને હૈદરાબાદમાં રહેતા મારા ગ્રાન્ડપેરન્ટ્સની ઘણી નિકટ હતો.
મેં તદ્દન નીચા સ્તરેથી તમામ ચડાવઉતાર સાથે બિઝનેસ જમાવ્યો અને યુકેમાં કોબ્રા બ્રાન્ડને ઘરઘરનું નામ બનાવ્યું ત્યારે મારી સમજમાં આવ્યું કે જીવનનો સૌથી મહત્ત્વનો હિસ્સો પરિવાર જ છે.
મને યાદ છે કે કોબ્રા બિયરની શરૂઆતના એક વર્ષ પછી લંડનમાં મારી સાઉથ આ ફ્રિકન પત્ની હિથર સાથે મુલાકાત થઈ હતી. અમે જ્યારે લગ્ન કરવાનું વિચારતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે તે ભારતમાં મારા પરિવારને મળે અને હું તેના પરિવારને મળવા સા ઉથ આફ્રિકા જઉં તે આવશ્યક છે. ભારતમાં મારા માતાપિતા અને પરિવાર હિથરને આવકારવામાં જરા પણ ઉણાં ઉતર્યા ન હતા. મારા પરિવારમાં પેઢીઓમાં કોઈએ પણ પારસી કોમ્યુનિટીની બહાર લગ્ન કર્યા ન હતા ત્યારે મારા પેરન્ટ્સના મતે તેમાં કોઈ જ વાંધો ન હતો. જે મહત્ત્વ હતું તે વ્યક્તિનું હતું અને તેમને હિથર ઘણી પસંદ આવી અને તેનું મારા પરિવારમાં સ્વાગત કર્યું.
અમે 1993ના ડિસેમ્બરમાં લગ્ન કર્યા ત્યારે લંડનમાં પારસી ધર્મની વિધિ અનુસાર લગ્ન કર્યા અને ચેલ્સી ટાઉન હોલમાં સિવિલ સેરેમની, એંગ્લિકન ક્રિશ્ચિયન ચર્ચમાં લગ્ન (હિથર એંગ્લિકન છે), ભારતીય હાઈ કમિશનમાં ભારતીય સિવિલ મેરેજ અને તે પછી, સાઉથ આફ્રિકામાં એક ફાર્મમાં બેલ્જિયન કેથોલિક પાદરીના હાથે લગ્ન કરાવાયા તેમજ ભારતના હૈદરાબાદમાં ઝોરોસ્ટ્રિયન પારસી આશીર્વાદ સાથે લગ્ન થયા. આ બધું જ એક મહિનાના ગાળામાં થયું અને એક જ વ્યક્તિ સાથે મારા છ વખત લગ્ન થયા!
સમયાં તરે અમારા ચાર બાળકોનો જન્મ થયો ત્યારથી અમે તેમને દર વર્ષે ભારત લઈ જતા હતા અને ચોક્કસપણે સાઉથ આફ્રિકા પણ લઈ જતા. તેમને આ ત્રણેય દેશ ઘર જેવા જ લાગતા. હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે ભારતથી અભ્યાસ કરવા યુકે આવ્યો ત્યારે મારા પિતાએ મને કહ્યું હતું કે,‘તમે વિશ્વમાં ગમે ત્યા રહેતા હો, તમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે ત્યાં જે કોમ્યુનિટીમાં રહેતા હો તે કોમ્યુનિટીમાં ઓતપ્રોત બની રહો, પરંતુ તમારા મૂળને ભૂલશો નહિ.’ હું ખુદ અને મારા પરિવાર થકી આ સલાહને અનુસરી જીવવાનો પ્રયાસ કર્યો છે.
બધા બાળકોએ ભારતના હૈદરાબાદમાં ઝોરોસ્ટ્રિયન ધર્મમાં પ્રવેશની દીક્ષા નવજોત સેરિમનીમાં ભાગ લીધો છે તેમજ જન્મ સમયે તેઓને બાપ્ટાઈઝ પણ કરાયા હતા. આથી, તેઓ ક્રિશ્ચિયન અને ઝોરોસ્ટ્રિયન્સ તરીકે વ્યવહાર કરવા સક્ષમ છે. અમારા મોટા પુત્ર કાઈએ ઈટન કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે સ્કૂલના રજિસ્ટરમાં પોતાના ધર્મની જાહેરાત કરતી સહી કરવાની થઈ ત્યારે અમે હાજર ન હતા. તેણે કોઈના કહ્યા વિના જ સ્વયં ‘ઝોરોસ્ટ્રિયન’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
બાળકો તેમના ગ્રાન્ડપેરન્ટ્સ અને 20 વર્ષ અગાઉ ગુજરી ગયેલા મારા પિતા સાથે અને ચોક્કસપણે હિમાલયની તળેટીમાં દહેરાદૂનમાં રહેતાં મારી માતા યાસ્મિનની ઘણા નિકટ હતા. તેઓ યાસ્મિનનને યાસિમા કહી બોલાવતા હતા. તેમની સાથે અદ્ભૂત સંબંધ રહ્યો હતો. અમારો મોટો પુત્ર કાઈ બોર્ડિંગ સ્કૂલમાં હતો ત્યારથી તેમને સમાચાર આપવા, તેમની સલાહ મેળવવા નિયમિત કોલ કરતો હતો. મારા પેરન્ટ્સ પણ નિયમિત યુકેની મુલાકાત લેતા અને બાળકોને તેમના ગ્રાન્ડપેરન્ટ્સ સાથે રહેવાનો આનંદ મળતો હતો. કાઈને તેના દાદા, લેફ.જનરલ એફ.એન. બિલિમોરિયાએ ફિલ્ડ માર્શલ કાઈ બિલિમોરિયાના સંબોધન સાથે જૂન 2001માં લખેલો પત્ર અમે ખજાનાની માફક સાચવી રાખ્યો છે. કાઈ આર્મીમાં જોડાઈ ન શક્યો, પરંતુ ફોરેન, કોમનવેલ્થ એ ન્ડ ડેલવપમેન્ટ ઓ ફિસના ફાસ્ટ સ્ટ્રીમમાં તેની પસંદગી થઈ અને આજે તે ડિપ્લોમેટ છે અને બીજા વિદેશ પોસ્ટિંગ માટે સજ્જ છે.
મારી નિયુક્તિ 2014માં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર, ગ્રેટ બ્રિટનની યુનિવર્સિટીમાં ભારતમાં જન્મેલા પ્રથમ ચાન્સેલર તરીકે થઈ ત્યારે મારા પદગ્રહણ વેળા એ મારી માતા ભારતથી અહીં આવી હતી. સદનસીબે મને જે નિયુક્તિઓ પ્રાપ્ત થઈ છે તેમાં આ નિયુક્તિ તેના માટે સૌથી મહત્ત્વની રહી કારણકે તે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની પૂર્વ વિદ્યાર્થિની રહી છે અને 1950ના દાયકામાં ઈંગ્લિશ લેન્ગવેજ અને લિટરેચરની સ્નાતક થઈ હતી. તેને યુનિવર્સિટીમાં વીતાવેલો સમય ઘણો ગમતો અને દરરોજ સાડી પહેરીને તેના વર્ગોમાં હાજરી આપતી હતી. તે યુનિવર્સિટી હાઉસની પ્રેસિડેન્ટ હતી. મારી માતાના પિતા જે.ડી. ઈટાલિયા 1930માં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામથી કોમર્સના ગ્રેજ્યુએટ હતા અને માતાના ભાઈ ફરીદે ત્યાં જ 1960ના દાયકામાં મિકેનિકલ એન્જિનીઅરીંગમાં ડોક્ટરેટ પૂર્ણ કર્યું હતું.
મારી માતાએ તાજેતરમાં જ તેમની ઓટોબાયોગ્રાફી ‘ઓલ માય ડેઈઝ’ લખી છે અને તે સ્પષ્ટ થાય છે કે તેઓ તેમના જીવનપર્યંત યુકે અને ભારત વચ્ચે અદ્ભૂત સેતુ બની રહ્યાં હતાં, જેને મેં ચાલુ રાખ્યું છે અને હવે મારા બાળકો પણ તે માર્ગે છે.
મારી પત્ની હિથર સહિત અમે બધાં ગર્વ સાથે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા છીએ અને હિથરે તો વર્ષો દરમિયાન થોડું હિન્દી શીખવાનો પ્રયાસ પણ કર્યો છે.
મેં મારા પિતા, જેઓ સેન્ટ્રલ ઈન્ડિયન આર્મીમાં 350,00થી વધુ સૈનિકોના કમાન્ડ સાથે કમાન્ડર ઈન ચીફ તરીકે વિશિષ્ટ અને સન્માનીય નેતા હતા, તેમની પાસેથી નેતૃત્વના પાઠ શીખવાનું બહુમાન સાંપડ્યું છે. તેઓ યુદ્ધમાં સૌથી બહાદુર દળોના કમાન્ડનું ગૌરવ ધરાવતા હતા તે ભારતમાં ગુરખા બ્રિગેડના પ્રેસિડેન્ટ હતા. જોકે, મારી માતાએ સંસ્કાર સિંચી મારા મૂલ્યો શીખવ્યા અને આજે 89 વર્ષની વયે પણ મને, તેમના ગ્રાન્ડચિલ્ડ્રને સૌથી સારી સલાહ અને માર્ગદર્શન આપે છે. તેમની સલાહ સચ્ચાઈથી પરિપૂર્ણ હોય છે અને આગ્રહ રાખે છે કે અમે સાચી વસ્તુ કરીએ અને આ જ દિવસ સુધી તેઓ હંમેશાં સત્યાર્થી રહ્યાં છે!
મારા પેરન્ટ્સનો હું આભારી છું કે મને યુકે અને ભારતમાં એકસમાન ઘરની લાગણી અનુભવાઈ છે, અને હું હંમેશાં બંને દેશોને એકસાથે રાખવા ઈચ્છા ધરાવું છું. ઈન્ડો-બ્રિટિશ બ્રાન્ડ કોબ્રા બિયર, યુકે- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક ચેરમેન હોવા સાથે, ઘણા વર્ષો સુધી યુકે-ઈન્ડિયા રાઉન્ડટેબલના સભ્ય હોવા સાથે તેમજ આજ સુધી ઈન્ડિયા ઓલ પાર્ટી પાર્લામનેન્ટરી ગ્રૂપના સહઅધ્યક્ષ તરીકે હું આ કાર્ય કરી શકવા સદ્ભાગી રહ્યો છું.
મારા પેરન્ટ્સનો હું આભારી છું કે હું બ્રિટિશ, બ્રિટિશ એશિયન, ઝોરોસ્ટ્રિયન પારસી અને ભારતીય હોવાનો ગર્વ અનુભવવામાં સ્પષ્ટ છું.

