ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર સામે લોકોનો રોષ

Wednesday 11th June 2025 06:06 EDT
 
 

પેશાવરઃ ગિલગિટ-બાલ્ટિસ્તાનના સામાન્ય લોકોમાં પાકિસ્તાન સરકાર સામે ઘણો રોષ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સ્થિત આ સંવેદનશીલ એક વહીવટી એકમ તરીકે શાસિત છે, પરંતુ બંધારણીય રીતે તેને સંપૂર્ણ પ્રાંતીય દરજ્જો નથી. અહીંના લોકો લાંબા સમયથી રાજકીય ઉપેક્ષા અને આર્થિક શોષણનો આરોપ લગાવી રહ્યા છે. જો કે તાજેતરમાં લોકો પાકિસ્તાન સરકારના મનસ્વી નિર્ણયથી નારાજ છે. પાકિસ્તાન સરકારે તાજેતરમાં ઘઉં અને વીજળી પર અપાતી સબસિડી બંધ કરી દીધી છે. જેના કારણે પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલા લોકોમાં ગુસ્સો ફેલાયો છે. આવામી એક્શન કમિટી (એએસી)ની આગેવાની હેઠળના આ આંદોલનમાં હજારો લોકોને રસ્તા પર ઉતાર્યા છે. ઘઉં જેવી ખાદ્યચીજોના ભાવવધારાથી સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે.


comments powered by Disqus