સાઉદીએ ભારત સહિત 14 દેશોના વર્ક વિઝા સસ્પેન્ડ કર્યા

Tuesday 10th June 2025 17:47 EDT
 
 

નવી દિલ્હી: સા.અરેબિયાએ હજયાત્રાને લઈને 14 દેશના વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોમાં ભારત, બાંગ્લાદેશ,ઇજિપ્ત, ઈન્ડોનેશિયા, જોર્ડન, યેમેન, સુદાન, ઈરાક, ઇથિયોપિયા, લીબિયા, કેન્યા નાઈજીરિયા, તુર્કીનો સમાવેશ થાય છે. સલામતી, વહીવટી કારણે આ નિર્ણય લેવાયો છે. સાઉદીમાં મોટા પ્રમાણમાં હજયાત્રી આવે છે. તેથી એક સાથે હજયાત્રી અને ઇમિગ્રન્ટને પહોંચી વળવું શક્ય ન હોવાથી આ નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus