કાઠમંડુઃ નેપાળમાં છેલ્લા કેટલાયે દિવસોથી આરપીપીની આગેવાની નીચે અસંખ્ય લોકો રસ્તા પર ઉતરી રાજાશાહી પાછી સ્થાપવા દેખાવો યોજી રહ્યા છે. જો કે આ કામ સહેલું નથી, પરંતુ અશક્ય પણ નથી.
આ દેખાવકારોએ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો યોજ્યા હતા. તેવા સમયે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહે કહ્યું હતું કે, જો જનતા ઇચ્છે તો હું નેપાળની ફરીથી સેવા કરવા તૈયાર છું.
આમ છતાં વડાપ્રધાન કે.પી. ઓલી શર્મા અને નેપાળી કોંગ્રેસના વડા શેરબહાદુર દેઊબા કહે છે કે, નેપાળમાં ફરી રાજાશાહી આવે તે સંભવ લાગતું નથી. સી.પી.એન માઓવાદી સેન્ટરના ચેરમેન પુષ્પકમલા દહલ પ્રચંડ પણ માને છે કે જ્ઞાનેન્દ્રસિંહે લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દેવું જોઈએ. જો પૂર્વરાજાને લાગે કે તેઓ બહુ ફેમસ છે તો પોતાની એક પાર્ટી બનાવી શકે. જો જનતા તક આપશે તો, તેઓ ફરી દેશની સેવા કરી શકશે.