નવી દિલ્હીઃ યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2008ના મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવા માગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરાશે તો ત્યાં મને સજા અપાશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં, જે અરજી અરજી ફગાવી દેવાઈ હતી.
તહવ્વુર રાણાની 2009માં એફબીઆઇ દ્વારા ધરપકડ કરાઈ હતી. રાણાને અમેરિકામાં લશ્કર-એ-તોઇબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

