સાઉદી અરબના જેદ્દાહમાં મંગળવારે અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક થઈ. જેમાં યુક્રેને રશિયા સાથે યુદ્ધમાં 30 દિવસના તત્કાલ સંઘર્ષ વિરામને સ્વીકારવા સહમતી દર્શાવી છે. બીજી તરફ, અમેરિકાએ યુક્રેન સાથે ગુપ્ત જાણકારીને વહેંચવા પર લગાવાયેલો પ્રતિબંધ હટાવવા અને સુરક્ષા સહાય ફરી શરૂ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે, હવે અમે આ પ્રસ્તાવ રશિયા સમક્ષ પણ રાખીશું.