બંગાળના હલ્દિયાથી ભાજપનાં ધારાસભ્ય તાપસી મંડલ સોમવારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થયાં છે. તાપસી નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારીના નજીકના છે.
• દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ શરૂઃ બેંગલુરુસ્થિત સ્ટાર્ટઅપ 'દિગંતરા'ના સર્વેલન્સ સેટેલાઇટે કાર્ય શરૂ કર્યું છે. આ દુનિયાનો પ્રથમ કોમર્શિયલ સર્વેલન્સ સેટેલાઇટ છે. સ્કોટ (સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગ) પૃથ્વીની કક્ષામાં 5 સેન્ટિમીટર સુધીના નાના ઓબ્જેક્ટ્સને ટ્રેક કરી શકે છે.
• મણિપુરમાં ફરી હિંસાઃ એકનું મોતઃ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયાના 22 મહિના બાદ ફ્રી ટ્રાફિક મૂવમેન્ટની કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા તેમજ રાજ્યના સત્તાવાળાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે ફ્રી ટ્રાફ્રિકના પહેલા દિવસે જ ફરી હિંસા ભડકી ઊઠી છે. જેમાં એકનું મોત થયું છે.
• ઓસ્ટ્રેલિયામાં ભારતીયને 40 વર્ષની જેલઃ ઓસ્ટ્રેલિયાની કોર્ટે ભારતીય અગ્રણી બાલેશ ધનખડને મહિલાઓની જાતિય સતામણી બદલ 40 વર્ષની આકરી જેલની સજા ફટકારી છે.
• કુલભૂષણનું અપહરણ કરનારા મૌલાનાની હત્યાઃ 2016માં કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા મૌલાના મુફ્તી શાહ મીરની પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી છે.
• અબુ ધાબીમાં શહઝાદી સહિત ત્રણને મૃત્યુદંડઃ બાળકની હત્યાના આરોપસર અબુધાબીમાં શહઝાદી નામની મહિલા સાથે અન્ય બે વ્યક્તિને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે. તેમને થાંભલે બાંધીને બાદમાં ગોળી મારી દેવાઈ હતી.

