ભારતીયનું સુદાનમાં અપહરણ

Wednesday 12th November 2025 05:29 EST
 
 

ગુજરાતમાં કામ કરી ચૂકેલા અને નોકરીઅર્થે સુદાન ગયેલા મૂળ ઓડિશાના આદર્શ બહેરાનું ત્યાં અપહરણ કરી લેવાયું છે. સુદાનના સશસ્ત્ર દળ રેપિડ સપોર્ટ ફોર્સ- RSF દ્વારા આદર્શનું અપહરણ કરી લેવાયું છે.

• માલીમાં 5 ભારતીયનું અરહરણઃ બામાકોમા ભારતીય દૂતાવાસે 6 નવેમ્બરો માલીમાં પાંચ ભારતીયના અપહરણ અંગે પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસે સોમવારે જણાવ્યું હતું કે તેમની સલામત મુક્તિ માટે સ્થાનિક વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે.

• તિરુપતિના પ્રસાદમાં ભેળસેળિયું ઘીઃ તિરુમાલાસ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને 2019થી 2024 સુધી રૂ. 250 કરોડથી વધુ રકમનું બનાવટી ઘી વેચાયું હોવાનો પર્દાફાશ મંદિરના પ્રસિદ્ધ લાડુ પ્રસાદમમાં ભેળસેળની તપાસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડીએ કર્યો છે.

• પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધનઃ ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ વૈદ્યેસ્વરન રાજારામનનું શનિવારે 92 વર્ષની વયે નિધન થઈ ગયું. તેમના વિદ્યાર્થીઓમાં ટીસીએસના પહેલા સીઈઓ ફકીર ચંદ કોહલી અને નારાયણ મૂર્તિનો સમાવેશ થાય છે.

• દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી: ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર શુક્રવારે એર ટ્રાફિક કંટ્રોલમાં ટેકનિકલ ખરાબીને કારણે 800થી વધુ ફ્લાઇટસ મોડી પડી હતી. શિડ્યૂલ ખોરવાઈ જતા હજારો પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા.

• કુંપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: જમ્મુ-કાશ્મીરના કુંપવાડામાં એલઓસી પાસેથી ઘૂસણખોરી કરવાનો મોટો પ્રયાસ સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવાયો હતો. આ સાથે 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

• પાકિસ્તાન કોર્ટમાં સુસાઇડ એટેકઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારે બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 27 ઘાયલ થયા છે.

• બાંગ્લાદેશમાં યુનુસની બેન્કના વડામથક પર બોમ્બ હુમલોઃ સોમવારે રાત્રે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસની ગ્રામીણ બેન્કના મુખ્યાલયની બહાર અજ્ઞાત હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલો ક્રૂડ બોમ્બ દ્વાર કરવામાં આવ્યો હતો.

• ફ્રાન્સના પૂર્વ પ્રમુખ સરકોઝી જેલમુક્તઃ ફ્રાન્સના પૂર્વ પ્રમુખને ત્રણ સપ્તાહમાં જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક ગુનાઇત કાવતરામાં સામેલ થવાના આરોપ હેઠળ તેમને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

• તહેરાનમાં પાણીની તીવ્ર અછતઃ ઈરાનની રાજધાની તહેરાનમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. અમીર કબીર બંધમાં એક કે બે મહિના ચાલે તેટલું જ પાણી છે. સરકારે રાત્રે પાણી આપવાનું બંધ કર્યું છે અને પાણીનું રેશનિંગ શરૂ કરાયું છે.

• અસીમ મુનીર આજીવન ફિલ્ડ માર્શલ રહેશેઃ પાક. આર્મી ચીફ જનરલ અસીમ મુનીર આજીવન ફિલ્ડ માર્શલનો હોદ્દો સંભાળી શકશે. પાકિસ્તાન સરકારે શનિવારે બંધારણમાં સુધારો કર્યો. જે અંતર્ગત ફિલ્ડ માર્શલનો હોદ્દો આજીવન માન્ય રહેશે.

• ડાયાબિટીસ-કેન્સરના દર્દીઓને અમેરિકાના વિઝા નહીંઃ ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સરથી પીડિત લોકોને હવે અમેરિકા પ્રવેશમાં મુશ્કેલી પડી શકે. ‘પબ્લિક ચાર્જ’ નીતિ આધારિત આ નિયમનો ઉદ્દેશ્ય યુએસ સંસાધનો પર નિર્ભર બનતા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે.


comments powered by Disqus