અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચ 37 વર્ષથી ચાલતા યુદ્ધને ખતમ કરાવીને સમજૂતી કરાવી છે. બંને દેશના નેતાઓ વચ્ચે બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, બંને દેશ વચ્ચે ટ્રાન્ઝિટ કોરિડોર બનાવવા સમજૂતી થઈ ગઈ છે. ભારત-પાકિસ્તાન સીઝફાયર અંગે અનેક વખત પોતાની પીઠ થાબડી ચૂકેલા ટ્રમ્પને આ બંને દેશે નોબેલના હકદાર ગણાવ્યા છે.