ગુજરાતનાં જાણીતાં ગાયિકા માયા દીપક હાલમાં બ્રિટનના પ્રવાસે આવ્યા છે. માયાબહેન તેમના મીઠામધુરા સુરીલા કંઠ વડે સામાજિક સંસ્થાના કાર્યક્રમોથી લઇને રોયલ આલ્બર્ટ હોલ અને ટ્રફાલ્ગર સ્કવેરથી લઇને હાઉસ ઓફ લોર્ડસમાં ભારતીય ગીતસંગીતની રસલ્હાણ પીરસી ચૂક્યાં છે. દેશવિદેશમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજી ચૂકેલાં માયાબહેનના સ્વરમાં માતા સરસ્વતી વસે છે એમ કહો તો પણ અતિશ્યોક્તિ નથી. તેમના અવાજમાં સાંભળેલાં લોકગીતથી લઇને રાસગરબા અને ફિલ્મી ગીતસંગીત શ્રોતાના દિલોદિમાગ પર અમીટ છાપ મૂકી જાય છે. માયાબહેનના બ્રિટન રોકાણની વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 0044 7459910462