નવનાત વડિલ મંડળે શુક્રવાર ૧૦ ઓગષ્ટના રોજ દર શુક્રવારના મિલનમાં મનીષાબહેન વાલાના યોગા બાદ સમાજના શ્રી છોટાલાલ કોઠારીની ૯૦ મી વરસગાંઠની ઉજવણી અને એમના પૌત્ર કાયલે કોઠારીએ સીંગાપોરમાં યોજાયેલ વર્લ્ડ એકવેટીક ચેમ્પીયનશીપમાં ડાઇવીંગમાં સરસ પર્ફોમન્સ કર્યું એના માનમાં કોઠારી પરિવાર તરફથી લંચ સ્પોન્સર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુશીલાબહેન કોઠારીએ ‘તુમ્હે ઓર ક્યા દૂં મૈં દિલકે સિવા, તુમકો હમારી ઉમર લગ જાયે’ ગીત ગાઇ પતિને સરપ્રાઇસ આપી હતી. પ્રેમને ઉમરનું બંધન નડતું નથી!
નિત નવું કરવામાં અગ્રેસર વડિલ મંડળે એમ્બ્યુલન્સ સર્વિસને આમંત્રી હાર્ટ એટેક કે સ્ટ્રોક આવે ત્યારે એનો સામનો કઇ રીતે કરવો તેની ટેકનીક દર્શાવી હતી જેથી ”અણી ચૂક્યો સો વરસ જીવે” કહેવતની જેમ માનવીનું જીવન બચાવી શકાય એની સમજ આપતા જણાવ્યુ હતું કે કટોકટીવેળા એક-એક ક્ષણ અગત્યની હોય છે. શરીરમાં જ્યારે ઓકસીજનનો પ્રવાહ જતો અટકી જાય ત્યારે તેની સીધી અસર હ્દયને થાય છે. શરીરે પરસેવો વળી જાય. છાતીમાં ક્રશીંગ-હેવી પેઇન થાય તો ત્તત્કાળ ૯૯૯ એમ્બ્યુલન્સને ફોન કરવો. જો કાર્ડીઆક એરેસ્ટ હોય તો એની સ્કીલ જાણનાર દર્દીને બચાવી શકે છે.
એમ્બ્યુલન્સ સર્વિસના મિસ સામન્થાના નેતૃત્વ હેઠળ સાત જણની ટીમે જીવ બચાવવાની ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમના આયોજનમાં અમિતાબહેન અજયભાઇ વસાનું મુખ્ય અનુદાન હતું. વડિલ મંડળ તરફથી એમ્બ્યુલન્સ સર્વિસની સેવાને બિરદાવવા ૧૦૧ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો.
(ફોટો સૌજન્ય: મીનાબહેન સંઘાણી)