ઇસ્લામાબાદઃ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારતીય સુછે.સૂત્ય અનુસાર, પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમિશન અને ભારતીય રાજદ્વારીઓના આવાસોમાં આવતાં અખબારો અટકાવી દીધાં છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય રાજદ્વારીઓ પર નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં, ભારતીય રાજદ્વારીઓને પાણી અને ગેસ જેવી પાયાની સુવિધાઓમાં પણ સમસ્યા થઈ રહી છે. કેમ કે, પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય અધિકારીઓને આવી વસ્તુઓ નહીં આપવાની સ્થાનિક દુકાનદારોને સૂચના આપી છે. જવાબી કાર્યવાહીમાં ભારતે નવી દિલ્હીમાં તહેનાત પાકિસ્તાની રાજદ્વારીઓને મળતાં અખબારો બંધ કરી દીધાં છે. ઈસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓના આવાસો અને કાર્યાલયોમાં ગેરકાયદે પ્રવેશની ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓ વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક દ્ધક્ષેત્રીઓ અને દૂતાવાસના કર્મચારીઓની સુરક્ષા અને સન્માનની ગેરંટી આપે છે. પાકિસ્તાન દ્વારા કરાતી આ કાર્યવાહીને રાજદ્વારી કર્મચારીઓને ડરાવવાની કોશિશના ભાગરૂપે જોવાઈ રહી છે.
ઇસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓને ગેસ અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કેમ કે, પાકિસ્તાનના અધિકારીઓએ સ્થાનિક દુકાનદારોને સૂચના આપી છે કે તેઓ ભારતીય અધિકારીઓને વસ્તુઓનો પુરવઠો ન આપે. આ જ વિક્રેતાઓ ઓપરેશન સિંદૂર પહેલાં ગેસ સિલિન્ડર અને પેક્ડ ડ્રિકિંગ વોટરની સપ્લાઈ ભારતીય હાઈકમિશનમાં કરતા હતા, પરંતુ હવે તેમ કરવામાં ખંચકાય છે અને મોટા ભાગે તો ના પાડી દે છે.