• નવનાત વણિક એસોસિએશન, હેઝના ઉપક્રમે પર્યુષણ પર્વમાં શાસન પ્રભાવક વિદુષીઓ પૂર્વી દીદી કોઠારી અને દર્શના દીદી વ્યાખ્યાનનો લાભ આપશે. દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧ મેડીટેશન અને ભક્તિ પ્રવચન. ૧ થી ૨.૩૦ લંચ. બપોરના ૩.૩૦ થી ૪.૩૦ પ્રશ્નોત્તરી અને સામાન્ય ચર્ચા. ૫.૧૫ થી ૬ ડીનર. દેરાવાસીના ૬.૧૫થી ૭.૫૫ પ્રતિક્રમણ. સ્થાનકવાસીના પ્રતિક્રમણ ૬.૩૦ થી ૭.૫૫. ૮.૧૫ થી પ્રવચન, આરતી-મંગળ દીવો. (તા.૨૦ અને ૨૧ના રોજ). તા.૨૨ થી ૨૫ પ્રીયેશ શાહ અને ગૃપ ભાવના કરાવશે. બાદ આરતી-મંગળ દીવો.
રવિવાર તા.૨૪ બપોરના ૨ થી ૫ મહાવીર જન્મ વાચન-જન્મોત્સવ અને ૧૪ સપનાંની ઉચ્છવણીની ૧૦૦ % રકમ જીવદયા ફંડમાં જશે. ૨૫ ઓગષ્ટના તપસ્વીઓનું બહુમાન રાતના ૮.૩૦ થી ૧૦. બુધવાર ૨૭ ઓગષ્ટ સંવત્સરીની સ્થાનકવાસી આલોચના ૩ થી ૪. દેરાવાસીનું ૪.૧૫ થી અને સ્થાનકવાસીનું ૫.૧૫ થી પ્રતિક્રમણ. ઇંગ્લીશમાં પ્રતિક્રમણ ડો.મેહુલ સંઘરાજકા કરાવશે. ૨૮ ઓગષ્ટે તપસ્વી સંઘ પારણાં સવારના ૧૦.૩૦ થી ૧૨. રવિવાર ૭ સપ્ટેમ્બર પ્રીતિ ભોજન બપોરના ૧૨ વાગ્યાથી શરૂ થશે. લંચ અને ડીનર પાસ માટે જયશ્રીબહેન વોરાનો સંપર્ક 07727 038679
• વધુ વિગત માટે સંપર્ક : જશવંત દોશી 07877 372825 ભૂપેન્દ્ર શાહ : 07944 532780. સંગીતા બાવીશા 07761 647285
૬ થી ૧૬ વર્ષના બાળકો માટે પ્રથમવાર સવિશેષ કાર્યક્રમ તા. ૨૨ થી ૨૫ યોજવામાં આવ્યો છે. શિક્ષણ સાથે મનોરંજન દ્વારા જીવનમાં જૈન મૂલ્યોનું મહત્વ સમજાવાશે. સવારના ૧૦.૩૦ થી ૧૨ અને બપોરના ૨.૩૦ થી ૪.૩૦. (રવિવાર મહાવીર જયંતિ સિવાય) *રવિવાર ૧૭ ઓગષ્ટના રોજ નવનાત વણિક એસોસિએશને જૈન સ્ટુડન્ટ ફોરમ અને નવનાત નેક્સ્ટ જનરેશનના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ-ડેવલપમેન્ટ માસ્ટર ક્લાસનું આયોજન (૧૮ થી ૬૦ વર્ષ) સવારના ૧૦ થી ૫ કરવામાં આવ્યું છે. વીગન લંચ અને ચા સહિત. વધુ વિગત માટે સંપર્ક : સંગીતા બાવીશા sangeeta. [email protected]
• મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે પર્યુષણ પર્વ દરમિયાન દરરોજ સવારના ૧૦ થી ૧૧.૩૦ ડો. સૌરભભાઇ શાહ ૫૫૫ કેન્ટન રોડ, HA3 9RS ખાતે પ્રવચન આપશે અને સાંજના પ્રતિક્રમણ ૬.૩૦ થી JFS, The Mall, HA3 9TE ખાતે થશે. અને ૮ વાગ્યાથી ભાવનાની જમાવટ શ્રી હર્ષિત શાહ કરશે. રવિવાર તા.૨૪ ના ૨ વાગ્યાથી મહાવીર જન્મ વાંચન અને સ્વપ્ના તેમજ પારણુ ઝૂલાવ્યા બાદ સ્વામિ વાત્સલ્ય તથા પ્રતિક્રમણ રાતના ૮ વાગે JFS, The Mall, HA3 9TE ખાતે થશે. સંવત્સરી પ્રતિક્રમણ નાના બાળકોની માતાઓ માટે બપોરના ૧૨ વાગ્યાથી ૬૧૪ કેન્ટન રોડ ખાતે અને અન્યો માટે સાંજના ૪ વાગે JFS, The Mall, HA3 9TE ખાતે થશે. તા ૨૮ ઓગષ્ટના સાંજે ૪.૩૦ થી તપસ્વી પારણા ઉત્સવ સાંજી અને બહુમાનનો કાર્યક્રમ તેમજ સ્વામિ વાત્સલ્ય ફાઉન્ડેશન તરફથી JFS, The Mall, HA3 9TE ખાતે યોજવામાં આવેલ છે.
• વધુ વિગત માટે સંપર્ક : રાજેન શાહ 07770 642786 રાજકુમાર 07896 109636. રાધાબહેન વોરા 07984 180740
• સ્થાનકવાસીનું પ્રતિક્રમણ સાંજના ૬.૩૦ થી JFS ખાતે અને સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪.૩૦થી ભણાવાશે. વધુ વિગત
માટે સંપર્ક: સચિન શાહ 07825 894 055. દેરાસર સાતેય દિવસ સવારના ૭ થી રાતના ૯ સુધી અને સંવત્સરીના દિવસે રાતના ૧૦ સુધી ખુલ્લું રહેશે.
• જૈન નેટવર્કના ઉપક્રમે જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, કોલીન્ડલ, NW9 5DR ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે જાણીતા વિદ્વાન શ્રીમાન કુલદીપકુમાર નાકોડાવાલા પધારી રહ્યા છે. દરરોજ સવારના ૮.૩૦ થી ૧૦ સ્નાત્રપૂજા, ૧૦.૧૫ થી ૧૨ પ્રવચન, ૧૨.૩૦ થી ભોજન અને સાંજના ૬.૩૦ થી પ્રતિક્રમણ. બાદ ૮.૧૫ થી ૧૦.૧૫ વાચન, ભાવના, આરતી-મંગળ દીવો. રવિવાર ૨૪ ઓગષ્ટના રોજ સવારના ૧૦ થી ૧ મહાવીર જન્મ વાચન-ઉત્સવ, ૧૪ સ્વપ્નો અને પારણું ઝૂલાવવા સહિત આરતી-મંગળ દીવો. તા. ૨૭ ના સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગ્યાથી અને ૮.૧૫ થી ૧૦ મિચ્છામિ દુક્કડમ્ તથા આરતી-મંગળ દીવો. રવિવાર ૩૧ ઓગષ્ટના નવગ્રહ પૂજન શ્રી સૌરભભાઇ શાહ કરાવશે. તપસ્વીઓનું બહુમાન અને આરતી-મંગળ દીવો. સાંજના ૫.૧૫ થી સ્વામિ વાત્સલ્ય. વધુ વિગત માટે સંપર્ક: બીનાબહેન હોલ્ડન :07817 404 163 જયશ્રીબહેન મોદી: 0208 909 9851વિજયભાઇ શેઠ: 07956 454 149. (ભોજનનો લાભ લેવા ઇચ્છનારે અગાઉથી પાસ મેળવી લેવા).
• જૈન સમાજ યુરોપ, લેસ્ટરના જૈન શાસ્ત્રના જ્ઞાતા શ્રી હિતેશભાઇ શાહ પર્વની આરાધના કરાવશે. સવારના ૧૦.૩૦ થી ૧૧ મુગટ પૂજા, આરતી, મંગળ દીવો, ૧૧ થી ૧ વાંચન. ૧ વાગે લંચ (પાસ હોલ્ડર માટે). સાંજે ૬.૪૫ થી દેરાવાસી અને સ્થાનકવાસી પ્રતિક્રમણ. ૮.૩૦ થી ૧૦ ભક્તિ.
• ૨૨ ઓગષ્ટે ચોમાસી ચૌદસનું દેરાવાસી પ્રતિક્રમણ ૫ થી અને સ્થાનક વાસીનું ૬.૩૦થી થશે. તા.૨૩ ઓગષ્ટે કલ્પસૂત્ર વાંચન ૧૧ થી ૧૨.૩૦.
• રવિવાર ૨૪ ઓગષ્ટે ૯.૩૦ સ્નાત્ર પૂજા. ૧૧ થી ૧૨.૩૦ કલ્પસૂત્ર વાંચન. ૧૨.૩૦ થી ૨ સ્વામિ વાત્સલ્ય. (રજીસ્ટ્રેશન કરેલ હોય તે જ). બપોરના ૨.૩૦ વાગ્યાથી ૧૪ સ્વપ્ન દર્શન, મહાવીર જન્મ વાંચન અને જન્મોત્સવ.૫.૩૦ થી ૬.૩૦ અલ્પાહાર. ૭ વાગે પ્રતિક્રમણ. ટૂંકી ભાવના.
• ૨૭ ઓગષ્ટે સંવત્સરી પ્રતિક્રમણ દેરાવાસી સાંજે ૫.૧૫ અને સ્થાનકવાસી ૬ વાગ્યાથી. ૨૮ ઓગષ્ટે તપસ્વીઓના પારણા.
• (દશ લક્ષણી પર્વ ૨૮ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર દરમિયાન સવારના પ્રવચન અને સાંજના વાંચન: વધુ વિગત માટે સંપર્ક : સ્મિતાબહેન શાહ 07809832519) • રવિવાર ૭ સપ્ટેમ્બર સ્વામિ વાત્સલ્ય લંચ.
• વધુ વિગત માટે સંપર્ક: પ્રમુખ શ્રી સતીષ શાહ 07955 269 279
• જૈન સમાજ માંચેસ્ટરમાં પર્યુષણ પર્વની આરાધના ગુરુદેવ પૂ.રાકેશજીના સંદેશા વાહક જાણીતા વક્તા શ્રી આત્મપ્રીત રાજુજી પ્રવચન અને ભક્તિકાર શ્રી સાગરભાઇ શાહ ભક્તિનો લાભ આપશે. દરરોજ સવારના ૯.૪૫ થી સમૂહ ચૈત્યવંદન બાદ ૧૦ વાગ્યાથી ભક્તિ અને ૧૦.૩૦ થી ૧૧.૪૫ પ્રવચન.
• સાંજના ૬.૪૫ થી દેરાવસી પ્રતિક્રમણ અને સ્થાનકવાસીના ૬.૩૦થી. રાતના ૮ થી ૧૦ ભક્તિ. ૨૪ ઓગષ્ટના મહાવીર
જન્મ ઉજવણી ૧૦ થી ૧૨. સંવત્સરી પ્રતિક્રમણ દેરાવાસીના ૫.૧૫થી ૮. સ્થાનકવાસીની આલોચના ૪ થી ૫.૩૦ અને પ્રતિક્રમણ ૫.૩૦થી ૮.
• વધુ વિગત માટે સંપર્ક રેખાબહેન શાહ 07341 496247 અને સરોજબહેન પટેલ 07786 220059 .
• શ્રીમદ્ રાજચંદ્ર મીશન લંડન સ્પીરીચ્યુલ સેન્ટર, ફાલ્કન રોડ, બુશી, WD23 3AD ખાતે પર્યુષણ મહાપર્વ દરમિયાન તા.૨૦ થી ૨૬ ઓગષ્ટ પૂ.ગુરુદેવશ્રીના રાતના નાટક સમયસર- શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રક ૫૦૫ પરના પ્રવચનોનું પ્રસારણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. થશે. જીન મંદિર સવારના ૮ થી ૧૦ પૂજા-દર્શન માટે ખુલ્લું રહેશે. ૨૭ ઓગષ્ટ સંવત્સરીના રોજ પ્રવચન બાદ સાંવત્સરીક આલોચના (ભાવ પ્રતિક્રમણ). સાતેય દિવસ ભોજનની વ્યવસ્થા માટે અને સેશનમાં હાજરી આપવા અગાઉથી રજીસ્ટર કરાવી લેવાનું રહેશે. ડીનર સાંજના ૬ થી ૭.૧૫. વધુ વિગત માટે સંપર્ક: ૦૭૮૩૫૨૩૭૩૨૫. રજીસ્ટર માટે: london.srmd.org/paryushan