ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે જો ભારત સિંધુ જળસંધિને સ્થગિત રાખે છે અને સિંધુ નદી પર ડેમ બનાવવાનો પ્રયાસ કરે છે તો સ્થિતિ યુદ્ધ સુધી પહોંચી શકે છે.
બિલાવલે આ નિવેદન હઝરત શાહ અબ્દુલ લતીફ ભિટ્ટાઈના 282મા ઉર્સ દરમિયાન આયોજિત શાહ લતીફ પુરસ્કાર સમારોહમાં આપ્યું. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભર્યાં હતાં, જેમાં સિંધુ જળસંધિને તોડવાનાં પગલાં પણ સામેલ છે. ભારતના આ પગલાથી પાકિસ્તાન બઘવાઈ ગયું છે.