વોશિંગ્ટનઃ પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે અમેરિકાથી પોકળ ધમકી આપી છે કે, ‘જો ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધમાં પાકિસ્તાન માટે અસ્તિત્વનું જોખમ ઊભું થશે તો તે આખા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં ધકેલી દેશે. પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે અને જો અમને એવું લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અમે અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું.’ પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાની ધરતી પરથી કોઈ ત્રીજા દેશને પરમાણુ યુદ્ધની ધમકી અપાઈ છે.