કાર્ડિનલ રોબર્ટ પ્રિવોસ્ટ નવા પોપ બન્યા

Wednesday 14th May 2025 08:08 EDT
 
 

વેટિકનમાં સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે યોજાયેલી કોન્કલેવ દરમિયાન કાર્ડિનલ્સે નવા પોપની પસંદગી કરી હતી. તેના સંકેતરૂપે સિસ્ટાઇન ચેપલની ચીમનીથી વ્હાઇટ સ્મોક જોવા મળ્યો હતો. જે બાદ બહાર ઊભેલા શ્રદ્ધાળુ જશ્નમાં ડૂબી ગયા હતા. 69 વર્ષીય કાર્ડિનલ રોબર્ટ પ્રિવોસ્ટ પોપ તરીકે ચૂંટાયા છે, જે પહેલી વાર અમેરિકન રોમન કેથોલિક ચર્ચનું નેતૃત્વ કરશે. તેમણે પોપ લીઓનું નામ પસંદ કર્યું છે. ઇટાલિયન, સ્પેનિશ અને લેટિન ભાષામાં બોલીને તેમણે પોતાની પસંદગી માટે સાથી કાર્ડિનલ્સનો આભાર માન્યો હતો.


comments powered by Disqus