મહારાષ્ટ્રીયન પીઠલું

Friday 16th May 2025 07:44 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: દહીં - 1 કપ • ચણાનો લોટ - 4 ચમચી • લીલું મરચું - 1 નંગ • લીમડાનાં પાન - 5થી 6 • તેલ - 1 ચમચી • રાઈ - અડધી ચમચી • જીરું - અડધી ચમચી • હિંગ - ચપટી • હળદર - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સમારેલી કોથમીર - 2 ચમચી • સમારેલું લીલું લસણ - 1 ચમચી • સમારેલી મેથી - 1 ચમચી • સમારેલી લીલી ડુંગળી - 2 ચમચી • સમારેલા ટામેટાં - 1 નંગ • સમારેલું કેપ્સિકમ - 2 ચમચી
રીત: દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને એક કપ પાણી રેડી સરસ મિક્સ કરી લો. કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ-જીરું-હિંગ, સમારેલું લીલું મરચું અને લીમડાંનો વઘાર કરો. લીલું લસણ, કેપ્સિકમ અને લીલી ડુંગળી સાંતળો. હવે ચણાનો લોટ મિક્સ કરેલી છાશ રેડી સ્વાદ મુજબ મીઠું, હળદર અને ધાણાજીરું ઉમેરો. છેલ્લે કોથમીર ભભરાવી ગરમાગરમ પીઠલું ફુલકા રોટી સાથે સર્વ કરો.


    comments powered by Disqus