ભારત-અફઘાનિસ્તાન સંબંધ મુદ્દે પાકિસ્તાન ચિંતામાં

Thursday 16th January 2025 02:41 EST
 
 

દુબઈઃ દુબઈમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને અપઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશમંત્રી આમિરખાન મુત્તકી વચ્ચે ઐતિહાસિક મુલાકાત થઈ. ઉલ્લેખનીય છે કે તાલિબાન શાસન આવ્યા બાદ ભારત સાથેની આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક હતી. બંને પક્ષોએ માનવીય સહાયતા, દ્વિપક્ષીય મુદ્દા અને ક્ષેત્રીય સુરક્ષા અંગે ચર્ચા થઈ.
આ મુલાકાતમાં બંને પક્ષે એકબીજાના સહયોગમાં રહેવા અંગે ગહન ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે તાલિબાન સાથે પાકિસ્તાનના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે. આ સ્થિતિમાં તાલિબાને આશ્વાસન આપ્યું છે કે તેઓ તેમની ભૂમિનો ઉપયોગ ભારત વિરુદ્ધ નહીં થવા દે. બીજી તરફ ભારતે અફઘાનિસ્તાનના લોકોને મદદ યથાવત્ રાખવાનો વાયદો કર્યો હતો. તાલિબાન સાથેની ભારતની આ બેઠકથી પાકિસ્તાન અને બાંગ્લાદેશને મહત્ત્વપૂર્ણ કૂટનીતિક સંદેશ મળ્યો છે. ભારત-પાકિસ્તાનના વધતા સંબંધ મુદ્દે પાકિસ્તાન ચિંતામાં સરી પડ્યું છે.


comments powered by Disqus