અદાણી જૂથ છત્તીસગઢમાં રોકાણ કરશે

Thursday 16th January 2025 02:41 EST
 
 

અદાણી ગ્રૂપે છત્તીસગઢમાં વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. ઉપરાંત સિમેન્ટ પ્લાન્ટ માટે વધારાના રૂ. 5,000 કરોડ રોકશે.

• કાશ્મીરમાં ઠાર મરાયેલા 60 ટકા આતંકી પાકિસ્તાનીઃ ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા બાબતે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું કે, ગયા વર્ષે ખાતમો કરાયો તેમાંના 60 ટકા આતંકવાદી પાકિસ્તાની મૂળના હતા.

• પાકિસ્તાનને મળ્યો સોનાનો ભંડારઃ પાકિસ્તાનના પંજાબ રાજ્યના પૂર્વ ખાણકામ મંત્રી ઇબ્રાહિમ હસને એટોક શહેરમાં રૂ. 17 હજાર કરોડના સોનાનો ભંડાર મળ્યાનો દાવો કર્યો છે. હસને જણાવ્યું કે, એટોકમાં 32 કિલોમીટરના વિસ્તારમાં 32,658 કિલો સોનાનો ભંડાર મળ્યો છે.

• તાલિબાને પાકિસ્તાની પરમાણુ મથકના 16 કર્મચારીનું અપહરણ કર્યુંઃ તાલિબાને પાકની સૈન્ય ચોકીઓ પર હુમલો કરી દીધો હતો. ા દરમિયાન તેણે પરમાણુ મથકના 16 કર્મચારીઓનું અપહરણ કર્યું છે.

• ડિફેન્સ સહયોગ વધારવા માલદિવ્સ સહમતઃ ભારત સાથે ડિફેન્સ સહયોગ વધારવા માલદિવ્સે આખરે સંમતિ દર્શાવી છે. મોઈઝઝુના શાસનમાં અગાઉ ભારત સાથેનાં સંબંધો વણસ્યા હતા.

• ઇન્ડોનેશિયા બ્રિક્સમાં જોડાયુંઃ પાકિસ્તાનને સ્થાન ન મળ્યુંઃ વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા બ્રિક્સનો કાયમી સભ્ય બની ગયો છે. જેની સામે પાકિસ્તાનને હજુ સ્થાન મળ્યું નથી. બ્રાઝિલે આ અંગેની જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે.

• રાજઘાટ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સમાધિ બનાવાશેઃ દિલ્હી સ્થિત 'રાષ્ટ્રીય સ્મૃતિ પરિસર' એટલે કે રાજઘાટ પરિસરમાં દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સમાધિ બનાવવો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. આ માટે રાજઘાટ પરિસરમાં ચોક્કસ જગ્યા નક્કી કરવામાંની મંજૂરી મળી ગઈ છે. આ સ્થળે ટૂંક સમયમાં સમાધિનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ હાથ ધરાશે.


comments powered by Disqus