‘ઓપરેશન મહાદેવ’માં શહીદ જવાનને સહાય

Wednesday 15th October 2025 05:03 EDT
 
 

સુરતઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરે કાશ્મીરમાં ‘ઓપરેશન મહાદેવ’ માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા. રાષ્ટ્રની રક્ષાકાજે પ્રાણની આહુતિ આપનારા વીર જવાનના 20 સપ્ટેમ્બરે તેમના વતનમાં જ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ શહીદ જવાનનાં દીકરા અને પત્નીને રડતાં જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને કારનો કાફલો લઈને શહીદના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે થાળીમાં ભરીને રૂ. 21 લાખની સહાય આપી હતી.


    comments powered by Disqus