નવી દિલ્હીઃ યુદ્ધની સંભાવનાઓ વચ્ચે ઇરાને ફરી એકવખત અમેરિકા સાથે વાતચીત કરવા તૈયારી દર્શાવી છે. જો કે તેણે કહ્યું છે કે, અમેરિકા ખાતરી આપે કે વધુ હુમલા નહીં કરે તો જ તેની સાથે પરમાણુ વાટાઘાટોની દિશામાં આગળ વધી શકાય તેમ છે. વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ તહેરાનમાં વિદેશી રાજદૂતો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇરાન વાટાઘાટો માટે કાયમ તૈયાર હોય છે અને ભવિષ્યમાં પણ તે અંગે તૈયાર રહેશે, પરંતુ વાટાઘાટો શરૂ થાય તો તેણે ખાતરી આપવી જોઈએ કે તેનો ઝોક યુદ્ધ તરફી નહીં હોય.

