નામીબિયામાં PM મોદીને સર્વોચ્ચ સન્માન

Wednesday 16th July 2025 07:35 EDT
 
 

પીએમ નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં બુધવારે નામિબિયા પહોંચ્યા હતા. ભારતીય વડા પ્રધાનની આ ત્રીજી મુલાકાત છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી અને સંસદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિશિયા મિરાબિલિસથી સન્માનિત કરાયા હતા.


comments powered by Disqus