બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની ક્રૂર હત્યાઃ મૃતદેહ પર ડાન્સ કરાયો

Wednesday 16th July 2025 07:19 EDT
 
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં મોહંમદ યુનુસ સરકાર બન્યા પછી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. રાજધાની ઢાકામાં હિન્દુ વેપારીની હત્યા કરી દેવાઈ છે, જેનાથી ફરીથી પડોશી દેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે સવાલો થવા લાગ્યા છે. લાલચંદ સોહાગ નામના ભંગારના વેપારીની માર મારીને હત્યા કર્યા પછી તેમના મૃતદેહ પર હત્યારાઓએ ડાન્સ કર્યો હતો. આ હત્યા પછી દેશમાં આક્રોશ ફેલાયો છે. સેંકડો વિદ્યાર્થીઓ શનિવારે સડકો પર ઊતરી પડ્યા હતા અને કાર્યકારી સરકાર ભીડ દ્વારા હિંસાને રોકવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ કર્યો.
ઢાકાની ઘણી યુનિવર્સિટીનાં પરિસરોમાં વિદ્યાર્થીઓએ બુધવારે બનેલી આ ઘટનાના વિરોધમાં રેલી યોજી હતી. ભંગારના વેપારી લાલચંદ સોહાગની માર મારીને હત્યા કરવાના સંદર્ભે પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. જેમાંની બેની પાસે ગેરકાયદે હથિયાર હતાં. બળજબરી પૈસા વસૂલતા લોકોએ જૂના ઢાકા વિસ્તારમાં મિટફોર્ડ હોસ્પિટલની સામે ભંગારના વેપારી સોહાગની ક્રૂરતાથી હત્યા કરી. આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં સોહાગને કોંક્રિટ સ્લેબના ટુકડા ફટકારીને મારી નાખવામાં આવ્યા હતા. તેઓ મૃત્યુ પામ્યા છે એની ખાતરી કર્યા પછી હુમલાખોરો તેમના મૃતદેહ પર નાચતા જોવા મળ્યા.


comments powered by Disqus