મોસ્કો: ઔદ્યોગિક વિસ્તારો, ખાસ કરીને ઉરલ પર્વતમાળામાં આવેલા સ્વેરગ્લોવ્સ્ક વિસ્તારમાં કામદારોની તીવ્ર તંગીને પહોંચી વળવા રશિયા 2025ના અંત સુધીમાં દસ લાખ ભારતીય કુશળ કામદારોની આયાત કરશે. ઉરલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચીફ એન્ડ્રે બેસેડીને સ્પષ્ટતા કરી કે આ સ્થળાંતર પ્રક્રિયા પાર પાડવા યેકાટેરીનબર્ગમાં નવો ભારતીય દૂતાવાસ ખોલવામાં આવશે.