નવી દિલ્હીઃ થાઈલેન્ડ અને કંબોડિયા સરહદ પર બુધવારે 900 વર્ષ જૂના શિવમંદિર મુદ્દે એકાએક યુદ્ધ ફાટી નીકળ્યું. થાઇલેન્ડે આ માટે કંબોડિયાને દોષી ઠેરવ્યું અને તેને 'પૂર્વયોજિત ઉશ્કેરણી' ગણાવી હતી. ગુરુવારે થાઈ અધિકારીઓએ દાવો કર્યો કે કંબોડિયા સેનાએ થાઈલેન્ડના 4 સરહદી પ્રાંત પર રોકેટ છોડ્યા હતા, જેના જવાબમાં થાઇ વાયુસેનાએ F-16 ફાઇટર જેટથી કંબોડિયા પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં અત્યાર સુધી 33 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને 1.68 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે 5 દિવસ ચાલેલા યુદ્ધમાં આખરે સીઝફાયરની જાહેરાત કરાઈ છે. યુદ્ધને સમાપ્ત કરાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો વચ્ચે થાઈ અને કંબોડિયન નેતાઓએ મલેશિયામાં વાટાઘાટ કરી હતી.

