મેક્સિકોએ પણ ભારતની આયાત પર 50 ટકા ટેરિફ નાખ્યો

Wednesday 17th December 2025 03:43 EST
 
 

નવી દિલ્હીઃ અમેરિકા પછી હવે મેક્સિકો પણ ભારત પર ઊંચો ટેરિફ લગાવવા જઈ રહ્યું છે. મેક્સિકોની સંસદે બુધવારે ભારત સહિત 5 એશિયાઈ દેશો પર 50 ટકા સુધીનો ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ એવા દેશો પર લગાવાશે કે જેમની સાથે મેક્સિકોને કોઈ મુક્ત વ્યાપારના કરાર નથી. આ ટેરિફ 2026થી લાગુ થશે. જે દેશો પર મેક્સિકોએ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે તેમાં ભારત ઉપરાંત ચીન, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. મેક્સિકો આ દેશો પાસેથી મોટા પ્રમાણમાં સામાનની ખરીદી કરે છે. વેપારીઓના મતે તેના કારણે મેક્સિકોમાં મોંઘવારી વધશે. 2024માં આ દેશો પાસેથી 253.7 અબજ ડોલરનો સામાન આવ્યો હતો.


comments powered by Disqus