નવી દિલ્હીઃ મેં સાત યુદ્ધ રોકાવ્યાં, મને એ બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ તેવો દાવો કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો આપતાં નોર્વે નોબેલ સમિતિએ કહ્યું કે, અમારા પર કોઈ દબાણ નહીં ચાલે. અમે પૂરી સ્વાયત્તતા સાથે નિર્ણય લઈએ છીએ. એ જોતાં કોઈ પ્રકારના દબાણને તાબે થવાનો સવાલ જ નથી. નોબેલ સમિતિના મંત્રી ક્રિસ્ટિયન બર્ગ હાર્પવિકેને કહ્યું હતું કે, અમારા નિર્ણય પર કોઈ બહારની અસર પડતી નથી. અમે અમારાં માપદંડો મુજબ નિર્ણય લઈએ છીએ.