નવનાત વડિલ મંડળે શુક્રવાર ૧૨ સપ્ટેમ્બરના રોજ ૯૦ અને ૮૫ ની વય વટાવી ચૂકેલ ૨૧ વડિલોના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. નવનાત વડિલ મંડળના પ્રમુખશ્રી નટુભાઇ મહેતાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ થયો. કો-ઓર્ડીનેટર્સ બંસરીબહેન રૂપાણી અને મીનાબહેન સંઘાણીએ લીસ્ટ બનાવવાથી લઈ સન્માનની તૈયારી માટે સારી એવી મહેનત ઉઠાવી હતી. જગદીશભાઇ સંઘાણીએ સૌ સન્માનનીય વડિલોના ચહેરાનું સુંદર ફ્લાયર બનાવવામાં એમની સર્જન શક્તિ કામે લગાડી. કિશોરભાઇ બાટવીયાએ પસંદગીયુક્ત ગીતો સુમધુર સંગીત સહિત એકત્ર કરી પ્રસ્તુત કરવામાં ભારે જહેમત કરી હતી. નિયમ મુજબ ડેકોરેશનના નિષ્ણાત હસ્મિતાબહેન દોશીએ હોલ શણગાર્યો. સૌથી મહત્વની અને ખૂબ જ મહેનત, ઉત્સાહ અને પ્રેમસભર સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં કિચન કમિટીની બહેનોની કદર માટે તો શબ્દો ઝાંખા લાગે! આમ એકમેકના સહકારથી એક સુંદર, પ્રેરક શુક્રવારની બપોર સૌ વડિલો માટે યાદગાર બની રહી.
સન્માનિત વડિલો:
૯૦ ની વયે પહોંચેલ વડિલો જેઓના નામ આ મુજબ છે:
• મનહરભાઇ મહેતા. • સુશીલાબહેન એચ મણિયાર
• કંચનબહેન એન દોશી • જયમનભાઇ મહેતા • મંજુલાબહેન એચ શાહ • કુસુમબહેન એમ. કામદાર • રમણલાલ આર.મહેતા.
૮૫ની વયના વડિલોની નામવલિ :
• જશવંતીબહેન જી દોશી. • નિર્મળાબહેન ગોસાલીયા
• સુધાબહેન વી.કપાશી • નીલુબહેન આર. જશાપુરા
• કુમદલાલ પી.મહેતા • સરલાબહેન જે મહેતા
• જ્યોતિબહેન કે.મહેતા • ઉર્મિલાબહેન એસ. પરીખ • સરોજબહેન એસ શેઠ • મંજુલાબહેન એસ શાહ • ચંદ્રકાન્ત એમ વારીયા • રજનીકાન્ત એન શેઠ • નાનુભાઇ મહેતા • ચંપાબહેન પી. મહેતા .