આ છે સ્ટેનફોર્ડનાં 105 વર્ષનાં ‘દાદીમા’ વર્જીનિયાર જિલ્લી હિસલોપ. તેમણે આ ઉમરે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાંથી માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે એમ કહી શકાય. વાત એમ છે કે વર્જીનિયાર જિલ્લી 1940ના દાયકામાં જ્યારે તેમની અંતિમ માસ્ટર્સ થિસીસ સ્ટેનફોર્ડમાં જમા કરાવવાની તૈયારીમાં જ હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ પછી લગ્ન થયાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયાં, પરંતુ પોતાનું માસ્ટર્સ ડિગ્રીનું સ્વપ્ન જીવંત રાખ્યું. હવે જ્યારે તેમને ડિગ્રી એનાયત થઇ છે ત્યારે તેઓ કહે છેઃ ‘હું હકદાર હતી, હવે ખુબ ખુશ છું...’