ન્યૂ યોર્કઃ દુનિયામાં મોટાભાગના વ્હીકલ્સ પેટ્રોલથી ચાલે છે, પરંતુ તેનાથી પર્યાવરણીય નુકસાન ખૂબ જ વધારે થાય છે. તેમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ હવાને પ્રદૂષિત કરે છે અને ક્લાઈમેટ ચેન્જને વેગ આપે છે. જોકે ન્યૂ યોર્ક સ્થિત સ્ટાર્ટઅપ એરસેલાએ આ મામલે નવી શોધ કરી છે. જેમાં મેનહટનના ગાર્મેન્ટ ડિસ્ટ્રિક્ટમાં તેમણે એક મશીનનું અનાવરણ કર્યું હતું. જે હવામાંથી સીધા ગેસોલિનનું ઉત્પાદન કરે છે. રેફ્રિજરેટર જેટલું મશીન કોમ્પેક્ટ અને મોડયુલર છે, તે હવામાંથી એવી ગુણવતાના ઈંધણનું ઉત્પાદન કરે છે કે તેનાથી વાહન ચાલી શકે. પૂર્વ પોર્શ એક્ઝિક્યુટિવ કાર્લ ડમ્સે જણાવ્યું કે, ‘હું શરૂઆતમાં આ મશીન મામલે દ્વિધામાં હતો. પરંતુ, સદનસીબે હું ખોટો હતો.’ આ ફ્યુલમાં સલ્ફર, ઈથેનોલ અથવા ભારે ધાતુઓ હોતી નથી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ વિના કોઈપણ કારમાં તેને ઉપયોગમાં લઈ શકાય છે.