ભારતીય ઈતિહાસમાં શ્રવણ કુમારનું નામ અમર છે. શ્રવણ પોતાના અંધ અને વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવવા નીકળ્યો હતો. જોકે કળિયુગનો આ શ્રવણ હાઇટેક છે. કેનેડાના ‘શ્રવણ’ સ્ટીવન ડેંગનરે પિતા બોબને હેલિકોપ્ટરમાં સફર કરાવી હતી. 48 દિવસમાં 36,956 કિમીની સફર અને તેમાં 14 દેશોની યાત્રાને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 48 દિવસમાંથી 30 દિવસ પિતા-પુત્રે હેલિકોપ્ટરમાં જ ગાળ્યા હતા.
ફાધર્સ ડે પર આ સિદ્ધિને યાદ કરતા સ્ટીવને કહ્યું કે, આ સફર તેના માટે યાદગાર રહી હતી. 48 વર્ષમાં પહેલી વખત પિતા સાથે સળંગ આટલા દિવસ સુધી મુસાફરી કરવાનો મોકો મળ્યો હતો અને તેમાં પણ 77 વર્ષના પિતાને ખુશખુશાલ જોવાનો અનુભવ યાદગાર રહ્યો હતો. ‘દિલ ચાહતા હૈ' અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા' જેવી ફિલ્મો જોઈને મિત્રો સાથેના પ્લાન બનાવતી વખતે
યાદ રાખવું કે મિત્રતા હોય તો કોઇ બીચ પર કે માઉન્ટેનિયરીંગ માટે પણ જઇ શકાય છે.