અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અનેક મુસાફરો સહિત પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના દેશ-વિદેશના તમામ ગાદી પરિવારના આશ્રિતોએ આચાર્ય પ.પૂ. શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં પ્રાર્થના સભા યોજી ધૂન - પ્રાર્થના - ધ્યાન યોજીને સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપાશ્રી, મુકતજીવન સ્વામીબાપાને પ્રાર્થના કરી હતી.