• ઓશવાળ એસોસિએશન ઓફ ધ યુ.કે. યોજીત ફેસ્ટીવલ ઓફ યુનિટી : શનિવાર તા.૨૮ જુન ૨૦૨૫ના પોટર્સબારમાં આવેલ યુરોપનું પ્રથમ શિખરબંધી ભવ્ય જીનાલયના ૨૦ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે “ફેસ્ટીવલ ઓફ યુનિટી’ નામે એક શાનદાર કોન્સર્ટનું આયોજન ઓશવાળ સેન્ટર, કૂપર્સ લેન રોડ, હર્ટફર્ડશાયર, EN6 4DG ખાતે સાંજના ડીનર સહિત કરવામાં આવ્યું છે. વિશા ઓશવાળ જૈનોની સૌથી મોટી સંસ્થા છે જેના ૨૭,૦૦૦ સભ્યો યુ.કે.માં વસે છે. વધુ વિગત માટે સંપર્ક: +44 1707 643 838
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળના પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ૧૮ મે થી ૧૯ જુન દરમિયાન ભક્તિસભર રીતે યોજવામાં આવ્યો. ૫૦ વર્ષની ઉજવણી અને અઢાર અભિષેકનું આયોજન રવિવાર ૧૫ જુનના રોજ એલુમની મેનર હોલ, એલસ્ટ્રી, બોરહામવુડ ખાતે કરવામાં આવ્યું હતું. બુધવાર-ગુરુવાર ૧૮-૧૯ જુનના રોજ પ્રતિષ્ઠા કાર્યક્રમ નવયુગ સેન્ટર, 11 Sheaveshill Avenue, Colindale, NW9 ખાતે યોજાયો. અહેવાલ માટે જુઓ આગામી અંક.
• શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના વડા પૂ. ગુરુદેવ રાકેશજી યુકેના પ્રવાસે પધારી રહ્યા છે તે પ્રસંગે લંડનમાં તેમના પ્રવચનનું આયોજન કરાયું છે. હેરોમાં તા. 20 અને 21 જૂન (રાત્રે 8.00થી 10.00) સ્થળઃ બાયરન હોલ, હેરો લેસર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો - HA3 5BD (વિનામૂલ્યે રજીસ્ટ્રેશન - london.srmd.org/2025). માંચેસ્ટરમાં તા. 23 જૂન (સાંજે 7.30થી રાત્રે 9.30) સ્થળઃ જૈન કોમ્યુનિટી સેન્ટર 667/669 સ્ટોકપોર્ટ રોડ, માંચેસ્ટર - M12 4QE (વિનામૂલ્યે રજીસ્ટ્રેશન - buytickets.at/jsm2306)
• પૂ. ગીરીબાપુની શિવકથા (હિન્દીમાં) તા. 18થી 22 જૂન (સાંજે 4.00થી 7.00) સ્થળઃ વિશ્વ હિન્દુ મંદિર, 2 લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ - UB1 2RA. જ્યારે તા. 23થી 29 જૂન (સાંજે 4.00થી 7.00) લેઉવા પાટીદાર સમાજ હોલ, લેગ્રામ્સ મિલ લેન, ઓફ લેગ્રામ લેન, બ્રેડફોર્ડ - BD7 2BA. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• ગુર્જર હિન્દુ યુનિયન-યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ-યુકેના સંયુક્ત ઉપક્રમે પૂ. ચિન્મયાનંદ બાપુજીના વ્યાસપીઠ પદે શ્રી હનુમંત કથા. તા. 16થી 22 જૂન (સમયઃ સાંજે 4.00થી 7.00) સ્થળઃ રશી ફિલ્ડ્સ પાર્ક, લેસ્ટર - LE4 7AN (શ્રી હનુમાન ટેમ્પલ, સાળંગપુર ધામ, મોલ્ટન રોડની બાજુમાં) વધુ વિગત માટે સંપર્કઃ ડો. ચેતન અને મીતા મારુ - 044 7581 710 197
• આદ્ય શક્તિ માતાજી ટેમ્પલ દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા તા. 22 જૂન (સાંજે 4.00 વાગ્યે). બાદમાં આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ, ક્રોઅલી, અક્સબ્રીજ, મિડલસેક્સ - UB8 2DZ (વધુ માહિતી માટે સંપર્કઃ 07882 253 540)
• યુરોપના પ્રથમ શીખરબંધ જૈન દેરાસરની સ્થાપનાના 20 વર્ષની ઉજવણી પ્રસંગે તા. 28 જૂનના રોજ સાંજે 7.00થી 9.45 (આરતી અને દીવો - રાત્રે 9.45થી 10.00) સંગીતમય કાર્યક્રમ ‘ફેસ્ટિવલ ઓફ યુનિટી’. સ્થળઃ ઓશવાલ સેન્ટર, કૂપર્સ લેન રોડ, નોર્થો, હર્ટફોર્ડશાયર - EN6 4DG