તા. 21 જૂનથી 2025થી 27 જૂન 2025 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Wednesday 18th June 2025 07:54 EDT
 
 

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન અટવાયેલા કાર્યો આગળ વધશે. આપના લીધેલા નિર્ણયો સફળ થાય. આર્થિક રીતે તમારી જે મુંઝવણો હતી એમાંથી બહાર નીકળવાના રસ્તા મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં જે કોઈ પરેશાનીઓ હોય એને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિઓની સલાહ લઈ આગળ વધવું નહીં તો મુશ્કેલીમાં વધારો થાય. જોબ-કરિયર રિલેટેડ બાબતોમાં માતાપિતાના સહયોગ થકી સફળ થઈ શકશો. નાના પ્રવાસની યોજનાઓ સફળ થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં થોડી વધુ સાવચેતી રાખીને નિર્ણયો લેવાની સલાહ રહેશે. અંગત વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. વાણીવ્યવહાર પર કાબૂ રાખવો જરૂરી. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. નવીન રોકાણો માટેની યોજના બનાવી શકાય. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણી સારી પ્રગતિકારક તકો મેળવી શકાય. સરકારી કામગીરીમાં થોડી ઘણી રુકાવટ બાદ આપના કાર્યો પાડી શકશો.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ મિશ્રિત પરિણામોવાળું જોવા મળે. રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિઓને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા હાંસલ કરી શકાય. માન-સન્માન પણ મેળવશો. નાણાકીય રીતે થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. લેવડદેવડમાં ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી. સપ્તાહ દરમિયાન કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે જોડાવનો યોગ બનશે. વ્યવસાય-નોકરીમાં તમારા કામ થકી પ્રશંસા મેળવી શકશો.

• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ ગ્રહ-નક્ષત્રોની રીતે સારી એવી પોઝિટિવ કામગીરી તેમજ જીવનશૈલીમાં બદલાવ લઈ શકશો. વ્યસાયિક ક્ષેત્રમાં થોડી કામગીરીની નીતિમાં ફેરફાર જરૂરી રહેશે. આવકની દૃષ્ટિએ નહીં નફો, નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે વ્યવસાય-ઉદ્યોગ માટે નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નોકરિયાત વ્યક્તિઓને નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું સલાહભર્યું છે. આ સમયમાં કોર્ટ-કચેરીના કામકાજમાં થોડી ધીરજ રાખીને કામગીરી કરશો.

• સિંહ (મ,ટ): તમારા વ્યકિતગત અને વ્યવસાયિક જીવનમાં નિખાર લાવવા માટે દરેક પાસાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને આગળ વધશો તો સફળ થઈ શકશો. પરિવર્તન એ સફળતા માટેની ચાવી છે જેનો ઉપયોગ યોગ્ય સમય પર કરીને ઇચ્છિત સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં દોડધામ વધવાથી થોડી ઘણી સ્વાસ્થ્ય પર પણ અસર જોઈ શકશો. મીડિયા તેમજ મનોરંજન ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય રહેશે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ અતિ વિશ્વાસુ બનીને કોઈ પણ સાથે કામગીરી કરશો તો તમારે જ નુકસાની ભોગવવી પડી શકે છે. આથી કાળજી રાખવી જરૂરી. છેલ્લા ઘણા સમયથી જે કાર્ય પ્રત્યે તમે ખૂબ મહેનત કરી રહ્યાં છો એ હવે સફળતા તરફ તમને આગળ દોરી જાય છે. નાણાકીય મુશ્કેલી થોડા અંશે ઓછી થતી જોવા મળે. બાકી નીકળતા પૈસા પાછા મળતાં થોડી રાહત રહેશે. સંતાનોની અભ્યાસ વિષયક બાબતોમાં થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.

• તુલા (ર,ત)ઃ ભાવનાઓમાં તણાઇને તમારી અંગત વાતો કોઈની પાસે જાહેર કરતાં પહેલાં વિચારી લેજો કે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં. અન્યથા તમારે જ નુકસાની ભોગવવી પડશે. વ્યાયામ-કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક પાસાઓ આ સપ્તાહ દરમિયાન તમારા ફેવરમાં જોવા મળે. કોઈ અણધાર્યા ખર્ચાઓને પહોંચી વળવા માટેની જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાયના ખર્ચાઓને પહોંચી વળવા માટે જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ ખાસ વ્યકિત સાથેની મુલાકાત અને સલાહ તમારા માટે ફળદાયક રહેશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લા ઘણા સમયથી તમારી શક્તિ તેમજ બુદ્ધિને નકામી બાબતોમાં લગાવી સમયની બરબાદી કરી રહ્યા હો તો હવે ચેતી જજો. દરેક બાબતોમાં થોડી સુગમતા દાખવીને યોગ્ય કામ માટે તમારી એનર્જીનો ઉપયોગ કરશો તો ફાવશો. જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ હોય તો આ સમય દરમિયાન દૂર કરી શકશો. પહેલ તમારે જ કરવી પડશે. વ્યવસાય-ધંધામાં ખાસ કરીને દેશવિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી કાળજી રાખવી જરૂરી. લીગલ ડોક્યુમેન્ટ્સ બાબતોમાં થોડી પણ કચાશ રાખશો નહીં. નોકરિયાત વ્યક્તિઓને પોતાની ઉપરી અધિકારી તરફથી પ્રશંસા કેળવી શકાય.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનું આ સપ્તાહ થોડું ચિંતા અને ઉદ્વેગવાળું રહેશે. નાની નાની બાબતોમાં ટેન્શનનો અનુભવ થાય, જે સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે. જોકે નાણાકીય રીતે થોડી રાહતવાળી સ્થિતિ રહેશે. સરકારી મામલે ખૂબ ચોક્કસાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. આ સમયમાં રાજકારણમાં જોડાયેલા વ્યકિતઓ માટે થોડી વધુ મહેનત તેમજ વ્યસ્તતા પણ જણાય. કોર્ટ-કચેરીના મામલાઓ હજી વણઉકેલ્યા રહેશે.

• મકર (ખ,જ)ઃ કાર્યક્ષેત્ર પર ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન તમારી લાગણીઓ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં કાળજી રાખવી, નહીં તો સંબંધોમાં મોટી તિરાડ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં ઉતાવળા નિર્ણયો નહીં લેવાની સલાહ રહેશે. આર્થિક રીતે આ સમય થોડો મિશ્રિત પરિણામ આપનારો છે. આવકની સામે જાવક પણ એટલી જ જોવા મળે. મકાન-મિલકતમાં રોકાણ કરવાની ઇચ્છા પર કામ આગળ વધારી શકશો.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતાઓ રહેશે. તમારી માનસિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવી શકશે. પારિવારિક જવાબદારીઓ તમારા શિરે આવશે. કારકિર્દી સંબંધિત આ સમય તમારા માટે ફળદાયક સાબિત થાય. જે કામ હાથમાં લેશો એને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. તેના દ્વારા માન-સન્માન પણ પ્રાપ્ત કરી શકાય. આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય બજેટ બનાવી આગળ વધવું સલાહભર્યું છે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ મનમાંથી નિષ્ફળતાનો ડર કાઢી નાંખીને કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. જરૂરી મદદ સમય પ્રમાણે મેળવી શકશો. નાણાકીય લેવડદેવડમાં થોડી વધુ ચોકસાઈ રાખવી જરૂરી. ભવિષ્યમાં આવનાર ખર્ચાઓ માટે અત્યારથી તકેદારી રાખશો તો મુશ્કેલી વર્તાશે નહીં. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે નવી ભાગીદારી કામ લાગશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ આનંદદાયક છે.


comments powered by Disqus